કુંભ સેવા પવિત્ર સ્થાનમાં અન્નપૂર્ણાના આશીર્વાદથી લાખો લોકોને મફતમાં ભોજન મળશે : અદાણી
અદાણીએ સમાજ સેવાનું શાનદાર ઉદાહરણ પુંરૂ પાડયું : ઈસ્કોન સાધુ ગુરૂપ્રસાદ
અદાણી ગ્રુપ અને ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન)એ પ્રયાગરાજમાં મહાકંભ મેળો 2025માં શ્રદ્ધાળુઓને ભોજન પિરસવા માટે હાથ મિલાવ્યો છે. બંને સંસ્થાઓ તરફથી આ મહાપ્રસાદ સેવા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળા દરમ્યાન આ પ્રસાદી આપવામાં આવશે.
- Advertisement -
ગત ગુરુવારે આ પહેલ માટે ઈસ્કોનને ધન્યવાદ આપવા, અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ઈસ્કોન ગવર્નિંગ બોડી કમીશનના અધ્યક્ષ ગુરુ પ્રસાદ સ્વામી સાથે મુલાકાત કરી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મહાપ્રસાદ સેવાની રજૂઆતમાં ઈસ્કોનના સમર્થન વિશે વાત કરતા અદાણીએ કહ્યું કે, કુંભ સેવાનું એક પવિત્ર સ્થાન છે. જ્યાં દરેક ભક્ત ભગવાનની સેવાના નામ પર જોડાય છે. આ મારુ સૌભાગ્ય છે કે અમે ઈસ્કોનના સહયોગથી મહાકુંભમાં ભક્તો માટે મહાપ્રસાદ સેવા શરુ કરી રહ્યા છીએ.
માં અન્નપૂર્ણાના આશીર્વાદથી, લાખો ભક્તોને મફતમાં ભોજન મળશે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના પ્રમુખ પ્રચારકોમાંથી એક ગુરુ પ્રસાદ સ્વામીએ કહ્યું કે, અદાણી ગ્રુપ હંમેશાથી કોર્પોરેટ જવાબદારી અને સમાજ સેવાનું એક શાનદાર ઉદાહરણ રહ્યું છે. ગૌતમ અદાણીજીને જે વસ્તુ સૌથી અલગ બનાવે છે, તે છે તેમની વિન્રમતા-તેઓ ક્યારેય બોલાવાની રાહ જોતા નથી, પણ નિસ્વાર્થથી સેવા કરવા માટે આગળ આવે છે. મહાપ્રસાદ સેવા 50 લાખ ભક્તોને આપવામાં આવશે અને ભોજન મેળા વિસ્તારની અંદર અને બહાર બે રસોઈમાં તૈયાર કરવામાં આવશે.
મહાપ્રસાદ મહાકુંભ ક્ષેત્રમાં 40 જગ્યા પર વિતરિત કરવામાં આવશે અને આ પહેલમાં 2500 સ્વયંસેવકો મદદ કરશે. દિવ્યાંગો, વૃદ્ધો અને બાળકોવાળી માતાઓ માટે ગોલ્ફ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની વચ્ચે ગીતા સારની પાંચ કોપી પણ વિતરિત કરવામાં આવશે.