નાણાકીય વર્ષ 2023-24માં 10 લાખ મેટ્રિક ટનથી વધુ કાર્ગોની સુવિધા કરી 30.1% નો નોંધપાત્ર બજાર હિસ્સો મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.10
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડએ નાણાકીય વર્ષ 2023-2024માં 10 લાખ ટન એર કાર્ગોનું નોંધપાત્ર સંચાલન કરી માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિ અઅઇંક ની મજબૂત ઓપરેશનલ ક્ષમતાઓ અને ઉડ્ડયન ઉદ્યોગમાં વ્યૂહાત્મક વૃદ્ધિને દર્શાવે છે. મજબૂત વૃદ્ધિ નોંધાવતા અઅઇંકએ નાણાકીય વર્ષ 2023-24માં 10,13,115 મેટ્રિક ટનના નોંધપાત્ર કાર્ગોની સુવિધા થકી 30.1% બજાર હિસ્સો મેળવ્યો છે. જેનું કુલ કાર્ગો ટનેજ 9,44,912 મેટ્રિક ટન હતું, અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં આ નોંધપાત્ર 7% વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2023-2024માં અઅઇંકની કાર્ગોની મેનેજ કરાયેલી કામગીરી મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય હતી – કાર્ગોનો 65% હિસ્સો આંતરરાષ્ટ્રીય હતો. તે મજબૂત સ્થાનિક હાજરી જાળવીને વિશ્વવ્યાપી કામગીરીના સંચાલનમાં અઅઇંકની કાર્યક્ષમતા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય કાર્ગો ટનેજનું પ્રમાણ 6,62,258 મેટ્રિક ટન હતું, જે અગાઉના નાણાકીય વર્ષના 6,06,348 મેટ્રિક ટનની સરખામણીએ નોંધપાત્ર 9% વૃદ્ધિ નોંધાવે છે.
- Advertisement -
કાર્ગો કામગીરીમાં ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, નાશવંત, ઈલેક્ટ્રીકલ્સ/ઈલેક્ટ્રોનિક્સ અને ઈજનેરી સામાન સહિત કોમોડિટીનો સમાવેશ થાય છે. જે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (મુંબઇ), સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (અમદાવાદ), ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ (લખનૌ), તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લોકપ્રિયા ગોપીનાથ બોરડોલોઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ (ગુવાહાટી) અને જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હેન્ડલ કરવામાં આવ્યા હતા. કાર્ગો માટેના મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્થળોમાં જર્મની, નેધરલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ અંગે જણાવતા અઅઇંકના ઈઊઘ અરુણ બંસલે જણાવ્યું હતું કે, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડમાં અમે ઓપરેશનલ કાર્યક્ષમતા માટે સતત નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યા છીએ. કાર્ગો ટર્મિનલ્સે આ નાણાકીય વર્ષમાં 1 મિલિયન ટનથી વધુ હેન્ડલ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિદ્ધિ ભારતમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને એરફ્રેઈટ કામગીરીમાં મુખ્ય સુવિધા આપનાર તરીકેની અમારી સ્થિતિને મજબૂત બનાવે છે.