સ્મૃતિ બિશ્વાસે બાળ કલાકારથી કારકિર્દી શરૂ કરેલી: ગુરૂદત્ત, રાજકપુર, દેવઆનંદની સાથે અનેક ફિલ્મોમાં કામ કરેલું
હિન્દી મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સ્મૃતિ બિશ્વાસનું નાસિકમાં તેમના નિવાસે નિધન થયુ છે. 100 વર્ષની વયે સ્મૃતિ બિશ્વાસે બુધવારે મોડીરાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.
- Advertisement -
બિશ્વાસ અહીં એક રૂમવાળા ભાડાના ફલેટમાં રહેતી હતી. એક બાલ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર સ્મૃતિ બિશ્ર્વાસે ગુરૂદત્ત, વી.શાંતારામ, મૃણાલ સેન, બિમલ રોય, બી.આર.ચોપરા અને રાજકપુર જેવા નિર્માતા-નિર્દેશકોની ફિલ્મોમાં કામ કર્યું હતું.
બિશ્વાસે દેવઆનંદ, કીશોરકુમાર જેવા કલાકારો સાથે કામ કર્યું હતું. તેમણે 1930માં બંગાળી ફિલ્મ ‘સંધ્યા’થી ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો હતો