-બેંગ્લોર સામે સદી ફટકાર્યા બાદ અમુક માથાફરેલા તત્ત્વોએ શુભમન અને તેની બહેન શાહનીલને ગાળો ભાંડી’તી
યુવા ઓપનર શુભમન ગીલની શાનદાર સદીની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલની અંતિમ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. આ હાર સાથે બેંગ્લોરની સફરનો પણ અંત આવ્યો હતો. આ પછી સોશ્યલ મીડિયા પર લોકોએ શુભમન ગીલની સાથે સાથે તેની બહેનને પણ નિશાન બનાવી હતી. પોતાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહક ગણાવનારા આવા મુઠ્ઠીભર લોકોએ શુભમન અને શાહનીલ ગીલ પર સોશ્યલ મીડિયા દ્વારા ભડાશ કાઢી હતી. દિલ્હી મહિલા પંચના પ્રમુખ સ્વાતી માલિવાલે કહ્યું કે, આ પ્રકારની હરકતને જરા પણ સાંખી લેવાશે નહીં અને ગાળો ભાંડનારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
સ્વાતી માલિવાલે ટવીટ કરીને કહ્યું કે, શુભમન ગીલની બહેનને ગાળો ભાંડવી અત્યંત શરમજનક વાત છે કેમ કે જે ટીમને લોકો ફોલો કરી રહ્યા હતા તે ટીમ હારી ગઈ હતી. આ પહેલાં આપણે વિરાટ કોહલીની પુત્રીને ગાળો ભાંડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. દિલ્હી મહિલા પંચ એ તમામ લોકો સામે કાર્યવાહી કરશે જેમણે ગીલની બહેનને ગાળો ભાંડી હતી.
Extremely shameful to see trollers abusing #ShubhmanGill’s sister just because the team they follow lost a match. Previously we had initiated action against people abusing #ViratKohli daughter. DCW will take action against all those who have abused Gill’s sister as well. This… pic.twitter.com/eteGtGgPVm
— Swati Maliwal (@SwatiJaiHind) May 22, 2023
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, બેંગ્લોર વિરુદ્ધ શુભમન ગીલે 52 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા સામેલ હતા. તેણે આ દરમિયાન 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. ગીલને તેની યાદગાર ઈનિંગ બદલ પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.