ધો. 10-12ના 76,312 વિદ્યાર્થીઓની 27મીથી પરીક્ષા, ગત વર્ષની તુલનામાં 4,644 પરીક્ષાર્થીઓ ઘટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની બેઠકમાં બોર્ડનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવેલો છે. જેમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે સંખ્યા ગત વર્ષે 80,956 હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 4,644નો ઘટાડો નોંધાયો છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઈઈઝટથી સજ્જ છે. એક પણ પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ ન થાય તે માટે જિલ્લાના વર્ગ-1 અને 2ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે. જેઓએ પૂરો સમય એટલે કે પરીક્ષા શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવાનો આદેશ છે. જ્યારે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમની સાથે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવેલા છે.
રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતુ કે, 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેમાં ધોરણ-10માં 40 કેન્દ્રોના 180 બિલ્ડીંગના 1,583 બ્લોક પરથી 45,421 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રોના 91 બિલ્ડિંગના 781 બ્લોક પરથી 7,684 વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રોના, 37 બિલ્ડિંગના 389 બ્લોક પરથી 23,207 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એટ્લે કે 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ગત વર્ષે ધોરણ 10 માં 45,680, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8,015 અને રીપીટર 609, જ્યારે ધોરણ-12માં સામાન્ય પ્રવાહમાં 26,652 એટલે કે કુલ 80,956 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેના માટે જિલ્લામાં જુદા જુદા 10 સ્થળે હેલ્પલાઈન સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલટિકિટ જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જઇને ડાઉનલોડ કરી શકાશે. ધોરણ 10ના 5, ધો.12 સાયન્સના 3 અને કોમર્સના 4 ઝોન પાડવામાં આવ્યા છે. ધોરણ-10માં 45,421 વિદ્યાર્થી, ધોરણ 12 સાયન્સમાં 7684 અને ધોરણ-12 કોમર્સમાં 23,207 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
ધોરણ-10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુઘી ચાલશે. જયારે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરેરીતિ ન થાય તે માટે બોર્ડની ખાસ સ્કવોર્ડ રાખવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓની ખાસ તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના કંટ્રોલ રુમનો નંબર જાહેર કરવામાં આવેલો છે. જે કરણસિંહજી સ્કૂલ ખાતે 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રજાના દિવસો સિવાય સવારે 7 થી 1.30 અને બપોરે 1.30 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે જેનો નંબર 76229 21173 રાખવામાં આવેલો છે.
બોર્ડની વેબસાઈટ, સ્ટેટ કંટ્રોલ રુમ નંબર, ટોલ ફ્રી નંબર જાહેર
બોર્ડની વેબસાઈટ: ૂૂૂ.લતયબ.જ્ઞલિ
ટોલ ફ્રી નંબર: 1800-233-5500
જીવન આસ્થા ટોલ ફ્રી નંબર: 1800-233-3330
સ્ટેટ કંટ્રોલ રૂમ સંપર્ક નંબર: 99090 38768, 079-23220538
- Advertisement -
વિદ્યાર્થીઓને મદદ માટે જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત થશે
સંકુલનું નામ મોબાઇલ નંબર
1) મહર્ષિ ભારદ્વાજ સંકુલ – ઉપલેટા મો.9429243888
2) મહર્ષિ ગૌતમ સંકુલ – રાજકોટ મો.9925030310
3) મહર્ષિ વશિષ્ઠ સંકુલ – જેતપુર મો.9228369794
4) મહર્ષિ વિશ્વામિત્ર સંકુલ – ગોંડલ, કોટડાસાંગાણી મો.9879533069
5) મહર્ષિ મૈત્રય સંકુલ – જસદણ, વીંછિયા મો.9727697670
6) સ્વામી વિવેકાનંદ સંકુલ – રાજકોટ મો.9228274695
7) મહર્ષિ સાંદીપનિ સંકુલ – રાજકોટ મો.9824829655
8) મહર્ષિ ભગીરથ સંકુલ – રાજકોટ શહેર, તાલુકો મો.9227590333
9) મહર્ષિ દધીચિ સંકુલ – ધોરાજી, જામકંડોરણા મો.9825295016
10) મહર્ષિ જમદગ્નિ સંકુલ – પડધરી, લોધિકા મો.9427904609
- Advertisement -
65 કેન્દ્ર, 308 બિલ્ડિંગ અને 2753 બ્લોક CCTVથી સજ્જ
ધોરણ બિલ્ડિંગ બ્લોક વિદ્યાર્થી
ધો.10 180 1583 45,421
ધો.12 સાયન્સ 37 389 7,684
ધો.12 કોમર્સ 91 781 23,207
કુલ 308 2753 76,312