5 દિવસમાં મનપાએ 1.22 લાખની રકમ દંડ પેટે વસૂલ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ 5 દિવસમાં રૂ.1.22 લાખની રકમ દંડ પેટે વસૂલી છે. જયારે રસ્તા પર નડતરરૂપ 31 રેકડી, કેબિન, 92 બોર્ડ-બેનરો જપ્ત કર્યા હતા. આ કામગીરી તા.31-7થી 04-08 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી છે. રસ્તા પર નડતર રૂપ 31 રેકડી/કેબીન તે પંચનાથ શેરી નં-9,છોટુનગર,કાન્તા વિકાશ,મવડી મેઈન રોડ,જ્યુબેલી મેઈન રોડ,લક્ષ્મિનગર મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,પટેલ ક્ધયા છાત્રાલય નંદનવન તપન સ્કુલ,વેગળ ચોક શ્યામલ ઉપવન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી.
- Advertisement -
જુદીજુદી જનકપુરી,પુષ્કરધામ મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. 89,820/- મંડપ કમાન છાજલી ભાડુ તે સંતકબીર રોડ,લાખાજીરાજ રોડ,મોરબી રોડ,પુષ્કરધામ મેઈન રોડ,યુનિ.રોડ,રૈયા રોડ પરથી વસુલ કરવામાં આવેલ છે,રૂ.32,450/- વહિવટી ચાર્જ તે સેટેલાઈટ ચોક,મોરબી રોડ,80 ફુટ રોડ,કોઠારીયા રોડ,ભાવનગર રોડ,પેલેસ રોડ,યુનિ.રોડ,ચંદ્રેશનગર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, 92 બોર્ડ-બેનર તે પેડક રોડ,મારૂતીનંગર મેઈન રોડ,રિંગ રોડ,લાખાજીરાજ રોડ,એસ્ટ્રોન ચોક,કિશાનપરા,150 ફુટ રિંગ રોડ પરથી જપ્ત કરેલા છે.



