હાઈકોર્ટ સમક્ષ હાજર થાય તે પૂર્વે પી.આઈ.ની લિવ રિઝર્વમાં, કોન્સ્ટેબલની હેડ ક્વાર્ટરમાં બદલી
23 લાખની ઉઘરાણીનો હવાલો લેવાનું મોંઘુ પડ્યું? પોલીસ ખાતામાં જબરો ગણગણાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઊઘઠ)ના પી.આઈ. જે. એમ. કૈલાને લીવ રિઝર્વમાં મુકાયા છે અને કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. પૈસાની લેવડ-દેવડના એક કેસમાં કારખાનેદારની કિંમતી ઓડી કાર ઊઘઠની ટીમ લઈ આવી હતી. જે મામલે ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે ઙઈંને 26 નવેમ્બર એટલે કે મંગળવારે હાજર રહેવા હાઇકોર્ટે હૂકમ કરેલો છે. જે પહેલા જ કડક પગલાં લેવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ચર્ચાતી વિગતો મુજબ એક કારખાનેદારની કિંમતી ઓડી કાર શો રૂમમાંથી બારોબાર ઊઘઠની ટીમ લઈ આવી હતી. જે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. અત્યારે પોલીસ અને ફરિયાદી વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તારીખ 26ના રોજ આ ફરિયાદ સંદર્ભે હાઇકોર્ટમાં સુનાવણી હોવાથી હાઇકોર્ટ કોઈ આકરૂ પગલું ભરે તે પહેલા સ્થાનિક લેવલે પીઆઈ અને કોન્સ્ટેબલ સામે પગલાં લઈ ચાર્જ એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજાને સોંપવામાં આવ્યો છે. રાજકોટના એક અરજદારે અગાઉ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે પૈસાની લેવડ-દેવડના એક કેસમાં તેને રાજકોટ ડીસીબી પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને કલાકો બેસાડી રાખ્યા બાદ ફરિયાદીઓ આવ્યા હતા. જેમને અરજદારે 23 લાખ રૂપિયા ચૂકવવાના છે
તેમ પોલીસે જણાવ્યું હતું. અરજદારે વધુમાં પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ડીસીબીના પી.આઈ.એ રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી 2 લાખ રૂપિયા માંગ્યા હતા જો કે તેને 1.5 લાખની વ્યવસ્થા કરી દીધી હતી. તેને પી.આઈ.ની હાજરીમાં હેડ કોન્સ્ટેબલને 1.5 લાખ આપ્યા હતા. અરજદારની ઓડી ગાડી જે રિપેર માટે શો રૂમમાં આપી હતી ત્યાંથી ઓડી ગાડી પણ તેને સાથે લઈ જઈને સામા પક્ષકારને આપી દેવાઈ હતી. સામા પક્ષે કોઈ એફઆઈઆર નોંધાવવામાં આવી ન હતી. આ ઘટના સંદર્ભે અરજદારે રાજકોટ શહેર પોલીસ કમિશનર, ગૃહ વિભાગ અને હ્યુમન રાઇટ કમિશનને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. એટલું જ નહીં એક કાગળ ઉપર અરજદારની જબરદસ્તી સહી લેવામાં આવી હતી. અરજદારના વકીલની રજૂઆત ઉપર હાઈકોર્ટે ઘટના સ્થળ સંદર્ભના ઈઈઝટ સાચવીને કોર્ટ સમક્ષ રજૂ કરવા, તેમજ રાજકોટ ડીસીબીના સંબંધિત પી.આઈ.ને 26 નવેમ્બરે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવા અને રાજકોટ ડીસીપીને એફિડેવિટ કરવા હુકમ કર્યો હતો. જોકે તે અગાઉ પીઆઇને લીવ રિઝર્વમાં મુકવાના આકરા પગલાં લેવાયા છે. જેથી હવે કદાચ 26 તારીખના રોજ હાઇકોર્ટમાં ફરિયાદી ફરિયાદ પાછી ખેચી લે અને સમગ્ર મામલો સમેટાઈ જાય તેવી ચર્ચા ચાલી રહી છે.