ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહી કેટરસના ધંધામાં કામ કરતાં મહિલા ફરિયાદીએ જસદણની કોર્ટમાં આરોપી અનિલભાઈ ગોંડલિયા વિરુદ્ધ નેગો.ઇન્સ્ટ્રુ.એક્ટ કલમ-138 હેઠળ ચેક રિટર્ન ની રૂા.4,20,000/- ફરિયાદ દાખલ કરેલ હતી જે ફરિયાદ નામદાર અદાલતમાં ચાલી હતી.આ કામના ફરિયાદી વ્યાજ વટાવનો ધંધો કરતાં હોય અને જે વ્યાજે આપેલ રકમ પરત મેળવવા હાલનો આ કેસ કરેલ હતો જે કેસમાં ઊલટ તપાસમાં ફરિયાદીની આરોપીના યુવા એડવોકેટ દ્વારા ધારદાર ઊલટ તપાસ કરવામાં આવી હતી. કાયદા મુજબ ફરિયાદ કરનારે ફરિયાદ સાબિત કરવાનો બોજો હોય છે. આ કેસમાં જે ઉલટતપાસમાં ફરિયાદી પોતાની આવક પુરવાર ન કરી શકયા હતા તેમજ ફરિયાદીને વાંચતા-લખતા ન આવડતું હોવા છતાં ચેકમાં વિગત પોતાના હાથે લખી હતી.
- Advertisement -
ફરિયાદમાં જણાવેલ હકીકત તથા ઊલટ તપાસ બાબતેઆરોપી ના યુવા એડવોકેટ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી. જે દલીલમાં નામદાર સુપ્રીમ કોર્ટના જજમેંટને ધ્યાને લઈ નામદાર અદાલતએ ગ્રાહય રાખી હાલના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કામમાં આરોપી અનિલભાઈ ગોંડલિયા વતી એડવોકેટ ગૌરાંગ આર. રાઠોડ, શૈલેષ આર.વકાતર, કરસન એન.ભરવાડ, રોકાયેલા હતા.