તાજેતરમાં ગૃહ વિભાગે 17 ડીવાયએસપીને એસપી તરીકે બઢતીના હુકમ કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોલીસ અધિકારીને મળેલા પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે. તાજેતરમાં એસીપી જે ડિવિઝન, પ્રદીપસિંહ જાડેજાને નાયબ પોલીસ અધિક્ષક સંવર્ગમાંથી પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપી, નાયબ પોલીસ કમિશનર, જે ડિવિઝન તરીકે નિમણૂક થતા, ટાઇટલ સોલ્ડર લગાડી, સન્માન કરવામાં આવ્યુ હતું. તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કુલ 17 ડીવાયએસપી ઓને એસપી તરીકે બઢતીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી તરીકે ફરજ બજાવતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપી, નાયબ પોલીસ કમિશનર, જે ડિવિઝન તરીકે નિમણૂક કરવામાં આવતા, પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોતાની જાતે ગણવેશ ઉપર પોલીસ અધિક્ષકના હોદ્દાના અશોકસ્તંભ અને સ્ટાર સાથેના ટાઇટલ સોલ્ડર લગાડી, બહુમાન કરીને, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રમોશન અંગે તેમજ નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થઇ હતી.પ્રમોશન મેળવનાર અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર, પ્રદિપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, જેસીપી સેક્ટર 02, જયપાલસિંહ રાઠોડ, જેસીપી, ક્રાઇમ, શરદ સિંગલ, જેસીપી, સ્પેશિયલ બ્રાંચ, વિધિ ચૌધરી, જેસીપી, સેક્ટર 01, નીરજ બડગુજર, જેસીપી ટ્રાફિક, એન.એન.ચૌધરી તથા ડીસીપી, ઝોન 06, રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



