25 વર્ષથી ઝુંપડપટ્ટીના બાળકોના જીવનમાં જ્ઞાનદીપ પ્રગટાવતી સંસ્થા વિશ્ર્વનીડમ ગુરુકુલમની હોળી પર્વ નિમિત્તે એ.સી.પી. જે. બી. ગઢવી સહિતના સ્ટાફ મેમ્બર્સે મુલાકાત લીધી હતી અને વિશ્વનીડમ ગુરુકુલમના બાળકોને રસ-પૂરીનું ભોજન કરાવી, ટુથપેસ્ટ કીટ, ચંપલ વિતરણ અને પિચકારી આપવામાં આવી અને હોળી પર્વની ઉજવણી બાળકો સાથે કરી હતી. એસીપી જે.બી. ગઢવી હંમેશા આવી પ્રવૃત્તિઓ કરતા રહે છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા તેમજ તહેવારો દરમિયાન અનાજ, ધાબળા, સહિતની કીટનું વિતરણ કરતા હોય છે.
વિશ્વનીડમ ગુરુકુલમના બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરતા ACP જે. બી. ગઢવી
Follow US
Find US on Social Medias