વીશીમાંથી 14 ગ્રામ સોનુ ઉપાડી 6 ગ્રામ જ જમા કરાવ્યુ હતુ
સોની બજારમાં બનેલી ઘટના બાદ આરોપી જ યુવકને હોસ્પિટલે લઇ ગયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સોની બજારમાં બંગાળી શ્રમીકો દ્રારા ચલાવવામાં આવતી વીશીમાંથી એક શ્રમીકે સોનુ ઉપાડ કર્યા બાદ બાકીનું સોનુ જમા નહિ કરાવ્યાનો ખાર રાખી સોની બજારમાં ગત 29 તારીખે બંગાળી શ્રમિક ઉપર એસિડ ફેંકી દેતા ચકચાર મચી જવા પામી છે આ બનાવ બાદ હુમલાખોર શખ્સ જ યુવકને હોસ્પિટલે લઇ ગયો હતો પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેતા તે ઘરે આવ્યો હતો અને ફરી તબિયત લથડતા સિવિલ હોસ્પિટલે ખસેડતા સમગ્ર ઘટના સામે આવી હતી અને આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ સોની બજારમાં રહી જુની ગધીવાડમાં સોનાના દાગીના બનાવવાનું મજૂરીકામ કરતા મહમદ નજીમુદ્દીન અબ્દુલમનન હલદર ઉ.26 નામના શ્રમીકે ભગવતીપરામાં રહેતા અબ્બાસ અખ્તર શેખ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે અને તેની સાથે કામ કરતા પુલ્લક ધરાઈ, મૌદુલ શેખ, અબ્બાસ શેખ, સફિલ ફૂલ રહેમાન અને સલીમ શેખ બધા મિત્ર સોનાની વીસી બનાવી છે જેમાં બધા જમા કરાવે છે અને જરૂર પડ્યે સોનુ લઇ પરત જમા કરાવી દેતા હોય છે અગાઉ પોતે 14 ગ્રામ સોનુ વીશીમાંથી ઉપાડયુ હતુ અને 6 ગ્રામ જમા કરાવ્યુ હતુ અને 8 ગ્રામ સોનુ જમા કરાવવાનુ હતું જેની અબ્બાસ અવારનવાર ઉઘરાણી કરતો હતો પરંતુ હાલ કામ બંધ હોવાથી સગવડ થશે ત્યારે પોતે 8 ગ્રામ સોનુ જમા કરાવી દેશે તેવું જણાવ્યું હતું દરમિયાન ગત 29 તારીખે પોતે દુકાને કામ કરતો હતો ત્યારે વીશી ચલાવતો અબ્બાસએ ફરી 8 ગ્રામ સોનાની ઉઘરાણી કરી હતી.
જેથી તેને સગવડ થાય ત્યારે આપી દઈશ તેમ કહેતા દુકાનમાં સોનુ ઓગાળવાની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતા એસિડનું ડબ્લ્યૂ પડ્યું હોય તે મારી ઉપર ફેંકી દેતા મને શરીરમાં બળતરા થવા લાગી હતી જેથી અબ્બાસ જ મને પ્રથમ ગુંદાવાડી હોસ્પિટલમાં લઇ ગયો હતો અને ત્યાંથી ત્રંબા નજીક એક હોસ્પિટલમાં લઇ ગયો હતો અને પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ ડોકટરે રજા આપી દેતા હું ઘરે આવી ગયો હતો દરમિયાન ગઈકાલે ફરી તબિયત લથડતા મિત્ર બિલાલભાઈને સંપૂર્ણ વાત કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને બાદમાં અબ્બાસ શેખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



