2017થી રાજકોટમાં જનજાગૃતિ માટે કાર્ય કરતું જનકલ્યાણ ટ્રસ્ટ
હાલ સુધીમાં 750 ચક્ષુદાન, 40 સ્કીન ડોનેશન અને 61 દેહદાન જનકલ્યાણ ટ્રસ્ટની ટીમ કરાવી ચૂકી છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જેવી સમાજ સેવાનું કામ કરી રહી છે તેમજ અનેક પ્રકારના વિવિધ પ્રયત્નો દ્વારા સમાજમાં જાગૃતિ માટે અવિરત કાર્યો કરતું રહ્યું છે.
જનજાગૃતિ માટે 2017થી રાજકોટમાં યોજાતા લોકમેળામાં સ્ટોલ રાખી સવારે 10થી રાતના 11 અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનનો પ્રચાર-પ્રસાર કરેલ અને સંકલ્પ પત્રો ભરેલ તેમજ જુદા જુદા ફાયર સ્ટેશનોએ, જાહેર રસ્તાઓ, મંદિરો જેવી જગ્યાએ સાંજે 5-00થી 7-00 બોર્ડ તથા બેનરો લઈ કાર્યકરો ઉભા રહેતા, તેવી જ રીતે વહેલી સવારે વોકિંગ ઝોન વિસ્તારમાં જેવા કે રેસકોર્સ રીંગ રોડ, હનુમાન મઢી વગેરે જેવા સ્થળોએ બોર્ડ તથા બેનરો લઈ જનકલ્યાણ ટ્રસ્ટની ટીમ પ્રચાર-પ્રસાર માટે ઉભા રહી માહિતીસભર પેમ્પલેટનું વિતરણ કરતાં.
આ ઉપરાંત સ્મશાનમાં પણ સતત છ દિવસ સવારે 8-00થી 1-00 અને સાંજે 4-00થી 8-00 એમ રોજના 9 કલાક જાગૃતિ કાર્યક્રમ યોજેલ અને સ્મશાનમાં જ ચક્ષુદાન માટેની મેડિકલ ટીમ પણ હાજર રાખેલ. સ્મશાનના આ છ દિવસના કાર્યક્રમમાં સ્મશાનમાં જ સાત ચક્ષુદાન મેળવેલ.
આ પ્રયત્નોથી પ્રથમ સો ચક્ષુદાન થતાં ચાર વર્ષ લાગેલ. બીજા સો ચક્ષુદાન માત્ર 14 મહિનામાં, ત્રીજા સો ચક્ષુદાન 10 માસમાં, ચોથા સો ચક્ષુદાન સવા 8 મહિનામાં, પાંચમા સો ચક્ષુદાન માત્ર 5 મહિનામાં અને છઠ્ઠા ચક્ષુદાન 8 મહિનામાં અને આ સાતમા સો ચક્ષુદાન માત્ર પાંચ મહિનામાં પૂર્ણ થયેલ છે. અત્યારે 750 ચક્ષુદાન પૂર્ણ થયેલ છે એટલે કે 1500 આંખો સમાજને અર્પણ કરેલ છે.
આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ચક્ષુદાતા, દેહદાતા વગેરેના પરિવારજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓમાં સર્વે સમાજના દાતાઓનો આર્થિક સહયોગ મળતો રહે છે. કોઈપણ સેવાકીય કામ માટે અમારું કાર્યાલય જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, 10, કાંતિપ્રકાશ, મનીષ લેધર ઉપર, પુનમ ફર્નિચર પાસે, ઢેબર રોડ, રાજકોટ ઉપર આવેલ છે. દરરોજ સાંજે 5થી 8 ખુલ્લું હોય છે.
જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 751 ચક્ષુદાન, 40 સ્કીન ડોનેશન, 61 દેહદાન કરાવ્યું છે. આ કાર્યમાં સહભાગી થવા (1) ઉમેશ મહેતા ચેરમેન મો. 9428506011, કનુભાઈ પરમાર ખજાનચી, ડેનીસ આડેસરા જનસંપર્ક અધિકારી, પ્રદીપભાઈ પંડ્યા કાર્યાલય મંત્રી, ડો. રમેશભાઈ કોયાણી, ચોટલીયાભાઈ, અતુલ શાહનો સંપર્ક કરવા જણાવાયું છે.