કટર અને બે ગેસ બોટલ સહિત 30 હજારનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ જીઆઇડીસી-2 માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસની બાંધકામ કામગીરી સમયે લોખંડ કાપવાનું મશીન સહીત મુદ્દામાલની ચોરીનો બનાવ એ.ડિવિઝન પોલીસમાં નોંધાયો હતો જે બનાવ મામલે પીઆઇ વી.જે.સાવજ અને પોલીસ સ્ટાફે ટેકનિકલ સોર્સના આધારે ચોરીના રીઢા ગુનેગારને ઝડપી પડી અનડીટેક ગુનો શોધી કાઢવામાં સફળતા મળી હતી. જીઆઇડીસી – 2 માં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસમાં બાંધકામ કામગરી સમયે અજાણ્યા શખ્સે લોખંડ કાપવાના મશીન સહીત અન્ય મુદામાલની ચોરી થતા એ.ડીવીઝન પોલીસે ચોરીના રીઢા ગુનેગાર એઝાઝશાહ ઇસ્માઇલશાહ રફાઈ રે.સુખનાથ ચોક જૂનાગઢ વાળાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ લોખંડનું મશીન કટર અને ગેસનો બાટલો સાથે મોબાઈલ ફોન સહિતનો કુલ રૂ.30,000નો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.



