કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
કારમાં બે યુવતી સહિત છ લોકો સવાર હતા જેમાં બે યુવાનના મોત નિપજ્યાં
- Advertisement -
કારની સ્પીડ એટલી હતી કે રેલિંગની આરપાર થઇ ગઇ
બાઈકમાં સવાર ત્રણ લોકોને ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ
ગોઝારા અકસ્માતમાં 7 ઘાયલ થતા સારવારમાં ખસેડાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢથી મેંદરડા જતા માર્ગે સોનારડી – નવાગામ વચ્ચે મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર બે યુવતી સહીત કુલ છ લોકો હતા જેમાં બે યુવાનના મૃત્યુ નીપજ્યાં હતા જયારે અને કારમાં સવાર ચાર લોકો ઘાયલ થયા હતા જયારે આ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બાઈક પર ત્રણ લોકો સાથે અકસ્માત થતા બાઈકમાં સવાર ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા આમ આ કાર અને બાઈકના અકસ્માતમાં બે યુવાનના મોત અને સાત લોકો ઘાયલ થયા હતા મોડી રાત્રે અકસ્માત થતા 108 એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પોહચી ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
પોલીસ માંથી મળતી વિગત મુજબ જૂનાગઢ મેંદરડા રોડ પર સોનારડી ગામ નજીક મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર નવાઝ હારુન સુમરા રહે.જૂનાગઢ અને ધીરેન વાણવી રહે.જૂનાગઢના બંને યુવાનના મોત થયા હતા જયારે કારમાં અન્ય બે યુવતી આરતી હિતેશભાઈ કેસુર અને લક્ષીબેન વિષ્ણુદાસ દેશણી અને અન્ય ગૌતમભાઈ કિશોરભાઈ વાડીયાતર અને અમિતભાઈ રમેશભાઈ ચૌહાણ પણ ઘાયલ થયા હતા જયારે બાઈક પર સવાર ભરતભાઈ ધીરજભાઈ સિધ્ધપુરા, રાકેશભાઈ કાંતિભાઈ સિધ્ધપુરા, વિજયભાઈ જમનભાઈ સિદ્ધપુરા ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ થતા તમામ ઘાયલોને સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારે બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન બાઈક ચાલકો મેંદરડાથી આવી રહ્યા હતા ત્યારે કાર સાથે અકસ્માત સર્જાયો હતો જોકે પોલીસ હજુ કારની સ્થિતિ જોતા કાર મેંદરડા તરફ જતી હતી કે, આવતી હતી તે તપાસ ચાલી રહી પણ કારની સ્પીડ એટલી હતી કે, અકસ્માત સર્જાયા બાદ કાર પુલની રેલીંગ તોડીને રોડની ઉતરી ગઈ હતી જેમાં બે યુવાનના મોત થયા હતા હાલ પોલીસના જણાવ્યા અનુસાર કાર અને બાઈકનો જે અકસ્માત સર્જાયો તેમાં બાઈક પર સવાર રાકેશ સિદ્ધપુરાની ફરિયાદના ધારે કાર ચાલાક સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં કલમ 304, 279, 337, 338, 137 અને 184 મુજબ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



