ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગરમાં રોડ અકસ્માતમાં 4ના મોત થયા છે. જેમાં નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ભાવનગર શહેરના નવા બંદર રોડ પાસે અકસ્માત સર્જાયો છે. તેમાં નવા બંદર રોડ પાસે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. ટ્રક (ડમ્પર લોડિંગ ટ્રક) અને ફોરવ્હિલ વચ્ચે અકસ્માત થતા પોલીસ તેમજ 108 સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે ચારેયના મૃતદેહ કારમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાંઆવી હતી.
નવા બંદર રોડ પર ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. કાર અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા ઉડી ગયા હતા. બનાવને પગલે 108નો સ્ટાફ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. તથા તમામ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.