ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
કેશોદ નજીક મઘરવાડા ગામના પાટિયા પાસે ગત રાત્રીના ખાનગી ટ્રાવેલ્સની બસ અને વાન એમ્બ્યલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મહિલા સહીત ચાર વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થતા તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત પ્રમાણે મઘરવાડા ગામના પાટિયા પાસે સર્વિસ રોડ પરથી સોમનાથ હાઇવે પર જીજે 06 વાય 0205 એમ્બ્યુલન્સના ચાલકે ચડતા સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ જીજે 16 વાય 9800 નંબરની બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહીત ચાર લોકોને ઇજા થતા તમામને કેશોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને કેશોદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો અને રસ્તો કિલયર કરાવ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સ્થાનિક લોકોના મતે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જણાવ્યું હતું જયારે ડ્રાઈવરએ જણાવ્યું હતું કે, મેં નશો નથી કરેલ આ અકસ્માત મામલે કેશોદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.