રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટ્રેલર વચ્ચે મોટા અકસ્માતમાં 12 થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
અકસ્માત કારણે બસ અને ટ્રેલરમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 12 લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા છે. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતકના પરિવારને 2-2 લાખની સહાય આપવાની નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે.



