નીતા દવે
સત્ય બધાને ગમતો શબ્દ.. છતાં પણ બધાને ડરાવતો શબ્દ
- Advertisement -
દરેક વ્યક્તિ પોતાની આંતર જીવનની દુનિયામાં પોતાનું એક સત્ય લઈને જીવતી હોય છે. સત્ય બધાને ગમતો શબ્દ.. છતાં પણ બધાને ડરાવતો શબ્દ..! કારણકે દરેક જીવન એક આવરણની પાછળ છુપાયેલું છે. દરેક જીવનની સાથે એક સત્ય પણ છુપાયેલું છે. જેને આપણે સતત સંતાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે નથી તે બતાવવામાં પ્રયત્નશીલ રહીએ છીએ અને જે છે તેને છુપાવતા રહીયે છીયેકદાચ માનવજાત ની આ મોટી વિટંબણા છે.પરંતુ પ્રકૃતિ હંમેશા આવરણ રહિત હોય છે. જીવમાત્ર પ્રાણી પશુ-પંખી જે સ્વરૂપે છે તે સ્વરૂપે નૈસર્ગિક વાસ્તવિકતાઓ સાથે જીવતા હોય છે. પરંતુ પૃથ્વીની શરૂઆતથી જ માનવ આવરણ પ્રિય રહ્યો છે.શું છે..? એ કરતા શું હોવું જોઈએ..? આ વિચારધારા બુદ્ધિશાળી પ્રાણી હોવાના સંદર્ભે માનવજાતે પોતાના માટે જાતે વિકસાવેલી છે.
સત્યનાં પણ પ્રકાર છેએક ગમતું સત્ય અને બીજું અપ્રિય સત્ય! વ્યક્તિ, સ્થિતિ, પરિસ્થિતિ, સંબંધો, સ્વજનો અને સૌથી ઉપર તો સ્વંય પોતાની જાતનું સત્ય સ્વીકારવું પણ ક્યારેક વ્યક્તિ માટે જીવનનો બહુ અઘરો લક્ષ્યાંક બની જતો હોય છે. આપણે બધા સતત જાગૃત છીએ. બહારની દુનિયા અને બહારના સંપર્કો માટે ! આ જાગરુતા જ કયારેક આપણને સ્વયંના સત્યથી દૂર શું કરી દેતી હોય છે. આપણા માટે દુનિયા સમાજ અને કેટલાક અંગત લોકોની મંજૂરી પાત્ર બની રહેવું ખૂબ અગત્યનું હોય છે. જીવનમાં અચાનક આવતાં કેટલાક ભાવાત્મક પરિવર્તન , રોજીંદા જીવનમાં બનતી અસામાન્ય ધટના કે બનાવો પછી પણ આપણે સમાજ અને સ્વજનો માટે સ્વીકાર્ય બની રહેવા માટે આપણે દંભ અને દેખાડાના આંચડાઓ ઓઢીને ફરતા હોઈએ છીએ અને સત્યને ઉજાગર થવા દેતા નથી. કદાચ આવા જ કોઇ સમયે કર્મોનું ચક્ર ગતિમાન થતું હોવું જોઈએ..!
સત્ય ક્યારેય સાર્વત્રિક ન હોય શકે.આપણે દરેક સત્યપ્રિય તો છીએ પરંતુ એ સત્ય જ્યાં સુધી બીજી વ્યક્તિ માટે બોલવાનું છે અથવા સાંભળવાનું છે! પરંતુ જ્યારે પણ નિજ સત્ય ના સ્વીકારની વાત આવશે તો આપણે એ સત્યના અસ્વીકાર માટેની કોઈને કોઈ બચાવ પ્રયુક્તિઓ શોધી લેતા હોઈએ છીએ. સત્યનો સ્વીકાર ખરેખર અમુક સમયે અને સંજોગો પ્રમાણે ખૂબ જ હિંમત અને બહાદુરી ભર્યો બની જતો હોય છે. કારણકે જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક તો પોતાની જાતને કુરુક્ષેત્રની મધ્યમાં ઉભેલા અર્જુન ના સ્થાને અનુભવ તો જ હોય છે. સત્ય ક્યારેક લાગણી, પ્રેમ, ક્રોધ, ભય, તમસ, વિરોધ, યુદ્ધ, બદલો તો ક્યારેક વિષાદ, શ્રદ્ધા, સમર્પણ, ભક્તિ જેવી અનેક સ્થતિમાં વિવિધ મનોભાવ દ્વારા માનવ મન પર આધિપત્ય ધરાવતો હોય છે. પરંતુ અંતિમ અને છેવટનું સત્ય એટલે નિજ ધર્મ એ જ છે.
સત્ય એ બે ધાર ની તલવાર જેવું હોય છેજે આપણું સત્ય હોય એ જ ક્યારેક આપણા નિકટ નાં સ્વજન માટે અસ્વીકૃત અસત્ય પણ હોય શકે..! જીવનમાં જેવા જેના અનુભવ એવું એનું સત્યએકવાર પાંચ અંધ વ્યક્તિને હાથી વિશે લખવાનું કહેવામાં આવ્યું જેણે જીવનમાં પેલા ક્યારેય પણ હાથીને જોયેલો જ ન હતોઆ પાંચ અંધ વ્યક્તિને એક જીવંત હાથી પાસે લાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તને હાથને સ્પર્શ કરો અને કહો કે હાથી કેવો છે.!પહેલી વ્યક્તિનાં હાથમાં હાથીની સૂંઢ આવી. બીજી વ્યક્તિનાં હાથમાં સૂપડા જેવા કાન આવ્યા. ત્રીજી વ્યક્તિ એ સ્પર્શ કર્યો તો મસમોટી પીઠ જેવો હાથી લાગ્યો, ચોથી વ્યક્તિને હાથી થાંભલા જેવા પગ જેવો લાગ્યો અને પાંચમી વ્યક્તિ કે કહ્યું કે હાથી તો લાંબી વાળની પૂંછડી જેવો છે. આમ, સત્ય એક જ હોવા છતાં દરેક વ્યક્તિના અનુભવના કારણે દરેકનું એક પોતીકું સત્ય પણ હોય છે. જેનો પરસ્પર પૂરા આદર સાથે સ્વીકાર થવો જોઈએ.
પરંતુ આપણે આવું કરી શકતાં નથી. કોઇપણ સંબંધમાં જ્યારે વિખવાદ થાય છે કે એ સંબંધ વિચ્છેદ સુધી પહોંચે છે. કારણ પણ કદાચ આ જ હોય છે. આપણે એકબીજાને સારું લાગે એવી રીતે જીવતા હોઈએ છીએ પરંતુ સાચું લાગે તેવુ સત્ય આપણે ક્યારેય પરસ્પર કહેતા હોતા નથી અથવા અંગત સ્વજન દ્વારા કહેવામાં આવેલું આપણું સચોટ સત્ય સ્વીકારી પણ શકતા નથી. કેમ કે સત્ય ક્યારેક હિનતાભર્યું પણ હોય શકે છે. સામાજિક, કૌટુંબિક,વ્યવસાયિક, સ્તર ઉપર જીવન જીવવા માટે આપણે આપણા વ્યક્તિત્વની એક છબી પ્રસ્થાપિત કરેલી હોય છે. આ છબી ખંડિત ન થાય એટલા માટે આજીવન દંભ અને આડંબરનો ડોળ કરતા કેટલા જૈવિક પ્રોફેશનલને આપણે દરરોજ મળતા જ હોઈએ છીએ..!
- Advertisement -
હવે અહીંયા એક પ્રશ્ર્ન એ પણ થાય કે, જીવનમાં બધું જ શું અનાવૃત કરવું શક્ય છે? તમામ આવરણોને બાદ કરી જીવન સરળતાથી જીવી શકાય? માત્ર કલ્પના કરીએ તો પણ માનવજાત માટે શું આ શક્ય બની શકે ખરું? નહીં, દરેક સંજોગો માં દરેક સ્થિતિ ,પરિસ્થિતિમાં સત્યને સામે લાવવું શકય બનતું નથી. દરેકના સત્યને સમજી શકે એટલી સમજણ દરેક વ્યક્તિ પાસે હોય એ જરુરી નથી.એવા લોકોને મિત્રો ની યાદી બહુ ટૂંકી હોય છે, જેમને સારું-સારુ બોલતા નથી ફાવતું પણ સાચે સાચું કહેતા સરસ આવડતું હોય છે.
સત્યને મૂલવવા માટે સમયની સાથે સંવેદનાઓ પણ જોઈએ. કારણ કે, ઝિીવિં શત દયિુ વફમિ જ્ઞિં મશલયતિ.ં.! સત્ય ને પચાવવું એટલું સહજ નથી.સત્ય ને રજૂ કરવાનો એક યોગ્ય સમય હોય છે.જેવી રીતે સમય વગર બોલાયેલું સત્ય પોતાની યથાર્થતા ગુમાવી દેતું હોય છેએવી જ રીતે સમય પર ન બોલાયેલું સત્ય પણ પોતાની સાર્થકતા ગુમાવી દેતું હોય છે.અમુક બંધારણીય અને કાયદાકીય અપરાધોને બાદ કરતા પરસ્પર સંબંધો ને સાચવીને અથવા લાગણીથી જીવવા માટે કેટલાક સત્યો સમય પેલા સામે ન આવે એ પણ જરૂરી હોય છે. કારણકે સામેની વ્યક્તિનાં સત્યને સ્વીકારવું કે સમજવું એટલે પરકાયા પ્રવેશ કરવાં જેવી પીડાદાયક સ્થિતિ માંથી મનને પસાર કરવા જેવી બાબત છે. જેની અપેક્ષા દરેક સમયે દરેક સ્વજનો પાસેથી રાખી ન શકાય. આમ, છતાં એટલું ચોક્કસ કહી શકાય કે સુખ બધાનું અલગ હોય શકે ! પરંતુ કર્મની ગતિ બધા માટે સમાન છે.એવી જ રીતે દરેક વ્યક્તિના જીવનના સત્યો ભલે જુદા જુદા હોય ,પરંતુ લટ્ટ્રૂપ યફઞપ્ર ઉંખ્રગળરુપ॥ છેવટનું અંતિમ ,અટલ અને પરમ સત્ય દરેક માટે એક જ છે.