સમાધાન માટે જિલ્લા ગાર્ડન ચોકમાં બોલાવી ગાળો ભાંડી મારવા દોડ્યો : એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રામનાથપરામાં જુમા મસ્જિદ પાસે રહેતા અને હાલ નિવૃત જીવન જીવતા જાહીદભાઈ મહમદઈકબાલભાઈ કાદરી ઉ.59 નામના નિવૃત અધિકારીએ અગાઉ કરેલી અરજી ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ધમકી આપનાર આબીદ ગુલામહુશેન ચાવડા સામે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે તે વખતે એટલે કે એકાદ વર્ષ પૂર્વે આ માથાકૂટ અંગે માત્ર સ્થાનિક પોલીસમાં અરજી કરવામાં આવી હતી તે પછી ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા કોર્ટના હુકમ બાદ રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને ડીસીપી જગદીશ બાંગરવાએ ઉપરોક્ત બનાવ સાચો હોય જેથી સ્થાનિક પોલીસને ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો જે અન્વયે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઉપર જણાવેલ સરનામે મારા પરીવાર સાથે રહુ છું અગાઉ હું સમાજ સુરક્ષા ખાતામાં નોકરી કરતો હતો અને હાલે નિવૃત જીવન ગુજારૂ છું મારા પરીવારમાં મારી પત્ની તથા ત્રણ બાળકો છે. જેમાં બે દીકરીઓ છે. જેમા એક દીકરીના લગ્ન થઈ ગયેલ છે. અને એક દીકરો તેના પણ લગ્ન થઈ ગયેલ છે. મારી દીકરી તથા દીકરોએ મારી સાથે જ રહે છે વધુમાં નિવૃત અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજીડેમ ચોકડી પાસે આવેલ એક સ્કુલમાં મારા ભાણેજનો દીકરો અભ્યાસ કરતો હોય ત્યારે માર માર્યો હતો તે બાબતે મેં પોલીસ કમિશ્નરને સંબોધીને ઉપરોકત હકીકત બાબતે અરજી આપી હતી જે અરજી આપ્યા બાદ અમારા સમાજના લોકોને ખબર પડતા તેઓએ મને આ અરજી બાબતે વાતચીત કરવા તેમજ ફરીયાદ પાછી લેવા માટે ગઇ તા.1 ડિસેમ્બર 2024ના રોજ રાત્રીના સમયે અમારા સમાજના લોકો સરફરાજભાઇ તથા તોફીકભાઇ તથા અલીભાઇ ગોગદા તથા ઈમ્તિયાજભાઈ તથા મહમદભાઈએ મને જીલ્લા ગાર્ડન ખાતે બોલાવ્યો હતો ત્યા મોડી રાત્રીના આશરે એકાદ વાગ્યાની આસપાસ અરજી (ફરીયાદ) બાબતે સમાધાન કરવાનું કહેતા હોય તેવી વાતચીત ચાલુ હતી ત્યારે આબીદ ગુલામહુસેન ચાવડા જીલ્લા ગાર્ડન પાસે એક કાળા કલરની થાર ગાડી લઈને આવેલ અને તેની સાથે બીજો કોઈ વ્યક્તિ હતો જે વ્યક્તિને હું ઓળખતો ન હોય આ આબીદે મે આપેલ અરજી (ફરીયાદી) બાબતે ધમકી આપીને જણાવેલ કે મારા ભાઈ મુસ્તાક ઉર્ફે ગુલામહુસેન ચાવડા વિરૂધ્ધ આપેલ અરજી (ફરીયાદ) પાછી ખેચી લે જે તેમ કહી ભુંડી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈને મને અરજી પાછી નહી ખેચે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મને મારવા જતા મારી સાથે તથા તેની સાથે આવેલ લોકોએ તેને પકડી લીધો હતો અને અહીથી જવાનું કહેતા તે મને ભુંડી ગાળો આપતા જતો રહ્યો હતો આ આબીદ મને કોઇ ઈજા કે નુકશાન કરે તેવી બીક હોય જેથી મને અલીભાઈ મારા ઘરે તેની ગાડીમાં મુકવા આવ્યા હતા આ આબીદ માથાભારે તેમજ જનુની સ્વભાવનો હોય જેની બીકના કારણે આજદીન સુધી મે ફરીયાદ કરી ન હતી હવે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



