સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં અબતક-સુરભી દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસોત્સવ
ખેલૈયાઓએ તિલક સાથે પરંપરાગત પોષાકમાં સજ્જ થઇ સંગીતના સૂર અને તાલ સંગ જમાવટ કરી હતી
- Advertisement -
આઠમાં નોરતે ગરબા કિંગ મૃદુલ ઘોષ અને માર્ગી પટેલના ગરબા પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં અબતક સુરભી દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસોત્સવ યોજાઇ રહ્યો છે જ્યાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. રેસકોર્સ રીંગ રોડ પર જાણે રાત પડે ને દિવસ ઉગે તેવો માહોલ સર્જાઇ રહ્યો છે. આઠમાં નોરતે સોમવારે ઝરમર વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ રમવાનું ચાલુ રાખ્યુ હતુ. વાદલડી વરસી રે સરોવરની સાથે ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગ છલી વળ્યાં હતા. માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. તેમજ ખેલૈયાઓ પણ પરંપરાને ધ્યાને લઇ માથે તિલક કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત ખેલૈયાઓ પરંપરાગતમાં સજ્જ થઇ સંગીતના સૂર અને તાલ સંગ જમાવટ કરી હતી. ગરબા કિંગ મૃદુલ ઘોષ અને માર્ગી પટેલના ગરબા પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. તેમજ ખેલૈયાઓમાં પણ અનોખો થનગનાટ જોવા મળી રહ્યો હતો. ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ અને ઉત્સાહ ઉમંગ સાથે ગ્રાઉન્ડમાં રંગ જમાવ્યો હતો. સુર અને તાલ સંગ રાસ રમતા ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અબતક સુરભી રોક એન્ડ ઢોલ રાસોત્સવમાં પરંપરા અને આધુનીકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. લાઇટીંગ, સંગીતના ગુંજ અને ખેલૈયાઓના ગરબા વચ્ચે મહેમાનોની હાજરીએ સમગ્ર રાસોત્સવ દીપી ઉઠ્યો હતો. આ તકે રાસોત્સવમાં ખાસ ખબર ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઇ ડોડીયા, જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા, મિલનભાઇ ખીરા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -