ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
મોરબી મહાનગરપાલિકા બનતા આજુબાજુના ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રવાપર અને શકત શનાળા ગામ પ્રાથમિક સુવિધાઓ નો અભાવ છે અને કચરો ઉપાડવા માટે પ્રાઈવેટ ટ્રેક્ટર બોલાવી અને કચરાના નિકાલ કરે છે.દર મહિને કચરા નિકાલ માટે રહિશો પાસેથી પૈસા લેવામાં આવે છે તો આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ના રહેણાંક શકત શનાળા વિસ્તાર અને મોરબી જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા , મહામંત્રી રમેશભાઈ સદાતીયા ના રહેણાંક રવાપર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા મહાનગરપાલિકા દ્વારા કચરાના ટ્રેક્ટર મોકલવામાં આવતું નથી.
આ બંને વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટ્રેક્ટર મોકલવા આવે અને સાથે સાથે મોરબી મહાનગરપાલિકાને રસ્તાઓ સફાઈ ની રજૂઆત પણ કરવામાં આવી છે. જ્યારે હવે મહાનગરપાલિકામાં સમાવેશ થાયા બાદ આ ગામો જે સુવિધાઓ થી વંચિત રહે છે તે તમામ સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા દ્વારા કરવામાં આવી છે.