દિલ્હીમાં AAPના અનેક કાર્યકરોની અટકાયત કરાઇ
CMના રાજીનામાની માંગ કરી રહેલા ભાજપના કાર્યકરો પર વોટર કેનનનો મારો કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ દિલ્હી, તા.26
ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અઅઙ કાર્યકરોનું પ્રદર્શન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં છે. જ્યારે ભાજપના કાર્યકરોએ કેજરીવાલ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ છે.
આ તરફ ભાજપના કાર્યકરો કેજરીવાલના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી સચિવાલય તરફ જઈ રહેલા કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ હટાવ્યા હતા. પોલીસે તેમને રોકવા વોટર કેનનનો મારો ચલાવ્યા હતો. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવ સહિત ભાજપના ઘણા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
- Advertisement -
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો વિરોધ ચાલુ છે. કેજરીવાલની 21 માર્ચે દારૂ પોલિસી કૌભાંડ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તે 28 માર્ચ સુધી ઊઉની કસ્ટડીમાં છે.
આજે કેજરીવાલે EDકસ્ટડીમાંથી બીજો સરકારી આદેશ જાહેર કર્યો છે. અઅઙ મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલે સ્વાસ્થ્ય મંત્રાલયને સૂચના આપી છે કે મોહલ્લા ક્લિનિક્સમાં ગરીબો માટે દવાઓની કોઈ અછત ન પડવી જોઈએ. લોકોને મફત ટેસ્ટ અને દવાઓ પૂરી પાડવામાં આવે. આ પહેલાં કેજરીવાલે 24 માર્ચે પાણી મંત્રાલયના નામે પહેલો સરકારી આદેશ જાહેર કર્યો હતો. તેમણે જળ મંત્રી આતિશીને દિલ્હીમાં જ્યાં પાણીની તંગી છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપશે નહીં અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.
અમે AAPને વિરોધ કરવાની મંજૂરી આપી નથી: પોલીસ
આમ આદમી પાર્ટીની પીએમ આવાસ સુધીની પદયાત્રાને લઈને પોલીસે દિલ્હીમાં સુરક્ષા વધારી દીધી છે. પોલીસે કહ્યું કે અમે આ પ્રદર્શન માટે મંજુરી આપી નથી. પોલીસે જણાવ્યું કે પીએમના આવાસની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે. અહીં કોઈને પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.