ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે 31મી ઑક્ટોબરના રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ’રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
- Advertisement -
શહેર પ્રમુખ દિનેશ જોશી સહિતના આગેવાનોએ જય સરદારના નારા લગાવ્યા હતા. પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે કુનેહ, દૃઢતા અને સૂઝબુઝ તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઈ જવા સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મક્કમ પગલાં ભર્યા તેનાથી આખી દુનિયામાં એમની કીર્તિ પ્રસરી ગઈ.
અખંડ ભારતનું સર્જન કરવાના તેમના આ અનન્ય અને અલ્વિતીય પ્રદાન બદલ ભારત સદા તેમનું ઋણી રહેશે. તેમજ નીડર, સ્પષ્ટ વકતા, કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર રાષ્ટ્રનો દ્રોહ કરનારાની હિંમતભેર ખબર લઈ નાખનારા, અંગત સ્વાર્થરહિત નિરપેક્ષભાવે જનતા-જનાર્દન અને રાષ્ટ્રની સેવા પાછળ પોતાની તમામ શકિત ખર્ચનાર સરદાર સાહેબે જૂનાગઢ હૈદરાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે.



 
                                 
                              
        

 
         
        