મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકારે વિચારણા હાથ ધરી
UID નંબરને આધારે જમીન- મકાન મિલકત ધારકની ઓળખ થતા ફ્રોડ અટકશે
- Advertisement -
મોટા લેન્ડ હોલ્ડરોને કારણે 7/12માં UID ફરજિયાત કરવાનું માંડી વાળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના મહેસૂલ વિભાગે દસ્તાવેજ નોંધણીને તબક્કે નોંધણી રજિસ્ટ્રારની એપ્લિકેશનમાં તમામ પક્ષકારોના આધાર કાર્ડ નંબરને ફરજિયાત કરવા વિચારણા હાથ ધરી છે.
હાલમાં દસ્તાવેજ રજિસ્ટ્રારની કચેરીઓમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય છે પરંતુ, તેને જે તે મિલકતની નોંધણી સાથે લીંક કરવામાં આવતુ નથી.
હવે મિલકત ખરીદનાર, વેચનાર અને સાક્ષીઓના આધાર કાર્ડ નંબર સાથે એ દસ્તાવેજની નોંધણી કરવાનો પ્રસ્તાવ તજજ્ઞોની ટીમ દ્વારા રજૂ થયો છે. જેથી આ પ્રક્રિયામાં રહેલી વ્યક્તિ ખરેખર તે જ વ્યક્તિ છે કે કેમ ? તેની ચોકસાઈ સ્થળ પર જ થઈ જાય અને બોગસ ઓળખના પુરાવા કે અન્ય દસ્તાવેજોથી થતી મિલકત નોંધણી વેળાએ છેતરપિંડીઓને અટકાવી શકાય. સરકાર દ્વારા તેની મંજૂરી મળ્યેથી મિલકત નોંધણીને તબક્કે સોફ્ટવેરમાં આધાર નંબર ફરજિયાત કરવા સંદર્ભે નિર્ણય થશે. આ અંગે મહેસૂલ વિભાગના સુત્રોએ કહ્યુ કે, આ આખીય બાબત હાલમાં પ્રાથમિક વિચારણાને તબક્કે છે.
- Advertisement -
નીતિ વિષયક બાબત હોવાથી સરકાર તરફથી અનુમતિ મળ્યેથી નિર્ણય લેવાશે
અગાઉ મહેસૂલ વિભાગે 7/12ની સાથે ખેડૂતોના આધાર કાર્ડ નંબરને લીંક કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, એ વખતે મોટા લેન્ડ હોલ્ડરોએ તેનો વિરોધ કરી રાજકીય દબાણ સર્જીને તેના અમલને અટકાવ્યો હતો. કારણ કે, 7/12 સાથે ઞઈંઉ લીંક થતા જ અનેક જમીન ધારણકર્તાઓ સામે ટોચ મર્યાદાનું ભય સ્થાન હતુ. અલબત્ત હવે મિલકતનું મુલ્ય અને એ જ ગતિએ છેતરપિંડીઓ વધી છે તેવા સંજોગોમાં સરકારે મક્કમતા પૂર્વક આ દિશામાં ફેરવિચારણા શરૂ કરી છે.