હત્યારાએ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું મે હત્યા કરી છે મને પકડી જાવ
લગ્ન વિના યુવતી સાથે રહેતા યુવકની સામાજિક કાર્યકરે કરી અંતિમવિધિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન નજીક આશાપુરા હોટેલ સામે ફૂટપાથ પર રહેતા કરણ શિવજીભાઇ ઠાકોર ઉ.25 રવિવારે બપોરે ફૂટપાથ પર હતો ત્યારે તેના મિત્ર પ્રવીણ રમેશ વાઘેલા સાથે બેસવા મુદે બોલાચાલી થતાં પ્રવીણે ઉશ્કેરાઇને છરીના બે ઘા કરણને ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા કરણને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું બીજીબાજુ પ્રવીણ રમેશ વાઘેલાએ પોલીસ ક્ધટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને જાણ કરી હતી કે,‘મેં મર્ડર કર્યું છે પોલીસને મોકલો’. આ અંગેની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ ભાર્ગવસિહ ઝણકાંત સહિતનો કાફલો દોડી ગયો હતો અને પ્રવીણનો કબજો મેળવ્યો હતો હત્યા અંગે પ્રનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી જ્યારે મૃતકના કોઈ વાલીવારસ ન હોય સામાજિક કાર્યકરે અંતિમવિધિ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં કરણ ઠાકોર ભંગાર વીણવાનું કામ કરતો હતો અને ઉપરોક્ત ફૂટપાથ પર રહેતો હતો. અંકિતા નામની યુવતી ત્રણેક વર્ષથી તેની સાથે રહેતી હતી અને લગ્ન કર્યા વગર બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા અને બંનેને સંતાનમાં પોણા બે વર્ષનો રુદ્રાક્ષ નામનો પુત્ર છે કરણ અને પ્રવીણ બંને મિત્ર જ હતા. પ્રવીણ જય હિંદ હોટેલમાં નોકરી કરતો હતો રવિવારે સવારે પ્રવીણ ઉપરોક્ત ફૂટપાથ પર બેઠો હતો ત્યારે કરણે ત્યાં નહીં બેસવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બપોરે ફરીથી પ્રવીણ ત્યાં ગયો હતો અને ફરી માથાકૂટ થતાં પ્રવીણે છરીના ઘા ઝીંકી દીધા હતા મૃતક કરણના કોઈ વાલીવારસ ન હોય અંતિમ વિધિ સામાજિક કાર્યકર રમણીકભાઇ પરમારે કરી હતી હત્યા અંગે કોન્સ્ટેબલ કનુભાઇ ઘેડ ફરિયાદી બન્યા હતા અને આરોપીની ધરપકડ
કરી હતી.