પંજાબમાં પૂર, અનિયમિત વરસાદ, અસહ્ય ગરમી જેવી ઘટનાઓ અચાનક નહીં, પરંતુ માનવ વર્તનની અસર છે : જયદીપ લાખણકિયા
માલ્ટાથી ભારત સુધીની એક ફ્લાઇટ આશરે 3,00,000 કિગ્રા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે
- Advertisement -
18 મહિનામાં 20 દેશ પગપાળા પાર કરી સમગ્ર માનવજાતને આબોહવા પરિવર્તન અંગે જાગૃત કરશે જયદીપ લાખણકિયાએ અગાઉ પણ 182 દિવસ સુધી ચાલીને ભારતમાં પ્રવાસ કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
પ્રકૃતિપ્રેમી, સાહસિક અને આબોહવા જાગૃતિના યુવા દૂત તરીકે ઓળખાતા 25 વર્ષીય જયદીપ લાખણકિયા હવે એક એવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે કે જે ફક્ત તેમનું જીવન નહીં, પણ લાખો લોકોની વિચારસરણીમાં પણ પરિવર્તન લાવી શકે છે.
જાન્યુઆરીથી તેઓ માલ્ટાથી ભારત સુધીની 12,000 કિલોમીટરની પદયાત્રા પર નીકળશે. જે તેમને 20 દેશોમાંથી લઈ જશે અને જે પૂર્ણ થવામાં લગભગ 18 મહિના લાગશે. આ સાહસ સામાન્ય પ્રવાસ નથી. વૈભવી હોટલો, ઝડપી ફ્લાઇટ્સ અને આરામદાયક પ્રવાસોના બદલે તેઓ તંબુ, સ્લીપિંગ બેગ, ચાર જોડી કપડાં અને એક પાવર બેંક સાથે જીવનના સૌથી કઠિન માર્ગે ચાલશે. તેઓ માને છે કે માલ્ટાથી ભારત સુધીની એક ફ્લાઇટ આશરે 3,00,000 કિગ્રા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે. અનુભવી ટ્રેકિંગ અને કાયાકિંગ ઇન્સ્ટ્રક્ટર રહી ચુકેલા લાખણકિયા અગાઉ ભારતમાં 182 દિવસ સુધી એકલી બેકપેકિંગ યાત્રા પણ કરી ચૂક્યા છે. પ્રકૃતિને નજીકથી અનુભવી, તેમણે પર્યાવરણીય ગૠઘ સાથે કામ શરૂ કર્યું અને બાદમાં આબોહવા વિજ્ઞાનનું ગંભીરતાથી અધ્યયન કર્યું.
આ પદયાત્રા દરમિયાન તેઓ દરેક દેશની રાજધાનીમાંથી પસાર થતા લોકોને આબોહવા પરિવર્તનના પ્રભાવ, વધતા તાપમાન અને માનવ વપરાશની અસર વિશે સમજાવશે. તેઓ ખાસ કરીને લોકોને જણાવશ કે પંજાબ જેવા વિસ્તારોમાં પૂર, અનિયમિત વરસાદ, તીવ્ર ગરમી જેવી ઘટનાઓ અચાનક નહીં, પરંતુ માનવ વર્તનની અસરથી સર્જાઈ છે. આ યુગમાં જંગલ કે પ્રકૃતિ નહીં, પરંતુ માનવ સ્વાર્થ, ભય, ઇચ્છાઓ, ક્રોધ, ભૂખ અને અતિ વપરાશને જ જીતવાની જરૂર છે. સમસ્યા શિક્ષણનો અભાવ છે, લાખણકિયાએ કહ્યું. તેમના ઘણા મિત્રો આવી આફતો માટે દેવતાઓને દોષ આપે છે, પરંતુ વધુ પડતો માનવ વપરાશ આબોહવા પરિવર્તનને આગળ ધપાવી રહ્યો છે. તેઓ સ્પષ્ટ કહે છે કે દુનિયાના 1% સૌથી ધનિક વર્ગ માથાદીઠ 20 ગણું પ્રદૂષણ કરે છે, જ્યારે સૌથી ગરીબ 50% લોકો માત્ર 5% ઉત્સર્જન કરે છે, જે અસમાનતા જ આબોહવા સંકટનું મૂળ છે. સિલ્ક માર્ગનું પ્રેરક ઈતિહાસ વાંચીને તેમણે પોતાની યાત્રાએ નવો સિલ્ક રૂટ સમાન હેતુ આપ્યો છે જે વેપાર નહીં, પરંતુ માનવજાતની આબોહવા જવાબદારીને જોડશે.
- Advertisement -
કોઈપણ ક્રાંતિ એક વ્યક્તિથી શરૂ થાય છે એવું તેઓ કહે છે અને તેમની આ યાત્રા કદાચ આજના યુગની સૌથી મહત્વની પર્યાવરણીય ક્રાંતિને માર્ગ બતાવી શકે છે.



