ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેરના પટની સમાજના તેજસ્વી વિદ્યાર્થી સુમરા સાદ યુસુફે વી.જી.ઈ.ઈ.સી.ના ઇલેક્ટ્રિકલ વિભાગમાં અભ્યાસ કરી રહેલ છે જેમણે પ્રોફેસર દિવ્યેશ જે વાઘેલાના માર્ગદર્શન હેઠળ તા.25 નવેમ્બર 2023ના રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ઙઉઊઞમા આયોજિત ન્યૂ ઇન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન 2023મા એક ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ મેળવી છે. તેમના પ્રોજેક્ટે ઉર્જા સેક્ટરમાં ગુજરાત ભરમાં પ્રથમ સ્થાન મેળવેલ છે અને ગુજરાતના મુખ્યમંત્રી હસ્તે રૂ.2 લાખનું ઇનામ મેળવી ગિર સોમનાથ જીલ્લા તેમજ મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારેલ છે.
આ તકે મુસ્લિમ સમાજના પ્રમુખ અને પટની સમાજના પટેલ અફઝલ પંજા દ્વારા સુમરા સાદ અને તેના પરિવારનું સાલ ઓઢારી સન્માન કરવામાં આવ્યું હતું અને સુમરા સાદ દ્વારા વિદ્યાર્થીઓને સંદેશ આપેલ હતું કે શિક્ષણથી જ વ્યક્તિ પોતાનો આવનાર સમયે રોશન બનાવી શકે છે અને આધુનિક યુગમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો શિક્ષણને મજબૂતી સાથે પકડવો પડશે.