તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
દેશભરમાં ઓનલાઈન સાયબર ગઠિયાઓ ધમાલ મચાવી રહ્યા ત્યારે રાજકોટમાં ઓનલાઇન સસ્તો મોબાઈલ લેવા જતાં યુવકને 25 હજાર ગુમાવવાનો વખત આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
શહેરના ગુરુપ્રસાદ ચોક પાસે જૂની પપૈયાવાડીમાં રહેતા કૌશિક પ્રતાપભાઇ રાઠોડ નામના યુવાને બે મોબાઇલધારક સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા ફેસબુક પર એક એપલ કંપનીનો મોબાઇલ રૂ.25 હજારમાં વેચવાનો હોવાની જાહેરાત વાંચી હતી. જેથી તે જાહેરાત નીચે મેસેજ કરતા કરણસિંહ નામના શખ્સનો ફોન આવ્યો હતો. ત્યારબાદ પોતે તા.11-9-2023ના રોજ ફોન બુક નામની દુકાને ગયો હતો. ત્યાં જઇને દુકાનદાર સાથે વાતચીત કરી હતી મોબાઇલના ભાવ અંગેની વાતચીત બાદ કરણસિંહ સાથે ફરી વાત કરતા તેને ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહ્યું હતું. જેથી રૂ.25 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. તે સમયે કરણસિંહ નામની વ્યક્તિએ મારે દુકાનદાર સાથે વાત થઇ ગયાનું જણાવ્યું હતું. આ મુદ્દે દુકાનદાર સાથે વાત કરતા તેને હજુ પેમેન્ટ મળ્યું નથી. ત્યાર બાદ કરણસિંહે તેનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દેતા છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું.