પત્નીના પ્રેમી પર શંકાની સોઈ : શાપર, એલસીબી સહિતની ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ભાગોળે પારડી ગામે ગઈકાલે ખૂની ખેલ ખેલાયો હતો કણકોટના યુવાનને ધારદાર છરી જેવા હથિયારના 11 ઘા ઝીકિ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં શાપર પોલીસ અને ગ્રામ્ય એલસીબીની ટીમો દોડી ગઈ હતી રાજકોટના કણકોટ ગામે રહેતા રવિ દિલીપભાઈ મક્વાણા ઉ.28એ બે મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હોય પત્નીના પૂર્વ પ્રેમીએ હત્યાને અંજામ આપ્યો હોવાની શંકા પરિવારે દર્શાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા કણકોટનો અને બે મહિના પહેલા પારડી ગામની યુવતી સાથે લવમેરેજ કરી હાલ પારડીમાં જ રહેતા રવિની ગઈકાલે મોડી રાતે 1 વાગ્યાં આસપાસ પારડીના પૂલ પાસેથી લોહીભીની લાશ મળી હતી. તેને છરી જેવા કોઈ તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકાયા હતા લાશ મળી આવતાં શાપર પોલીસે તપાસ શરૂ કરી હતી મૃતકના પરિવારજનો કણકોટની એકલવ્ય સોસાયટી મફતીયાપરામાં રહે છે. પિતા દિલીપભાઈ હીરાભાઈ મકવાણા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે મૃતકના માતા સહિતનાએ જણાવ્યું હતું કે રવિ હાલમાં પારડી ગામે રૂમ ભાડે રાખી પત્ની પૂજા ઉર્ફે પૂનમ સાથે રહેતો હતો., રવિ બે બહેનનો એકનો એક મોટો ભાઈ હતો. અગાઉ છુટક મજૂરી કરતો હતો. પારડીની પૂજા ઉર્ફે પૂનમ સાથે પ્રેમ થઇ જતાં બંનેએ લવ મેરેજ કર્યા હતાં પૂજાના પૂર્વ પ્રેમીએ રવિની હત્યા કરી હોવાની દ્રઢ શંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.