– તાલિબાને સાફ સંદેશ આપ્યો: સખ્ત નીતિ અને ઈસ્લામિક કાનૂન સાથે સમાધાન નહીં
અફઘાનીસ્નાતમાં તાલીબાનના સતામાં આવ્યાના એક વર્ષ બાદ પહેલીવાર હત્યાના દોષીને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. આ જાહેરમાં ફાંસીની સજાનો સંકેત છે કે તાલિબાન સખ્ત નીતિઓ અને ઈસ્લામી કાનૂન સાથે કોઈ સમાધાન નહીં કરે.
- Advertisement -
તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ મુઝાહિદીને જણાવ્યું હતું કે પશ્ર્ચિમી ફરાર પ્રાંતમાં ફાંસીની સજા આપવામાં આવી છે. જેને ફાંસી પર લટકાવવામાં આવ્યો તેના પર વર્ષ 2017માં એક શખ્સની હત્યાનો આરોપ હતો.
મુજાહીદે જણાવ્યું હતું કે સજાનો ફેસલો ખૂબ જ સાવધાનીથી લેવાયો હતો. દેશની ત્રણ સર્વોચ્ચ અદાલતો અને તાલિબાનના સર્વોચ્ચ નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદજાદાના અનુમોદન બાદ ફાંસીની સજા આપવામાં આવી છે.
જે વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે, તેની ઓળખ હેરાત પ્રાંતના તાજમીર તરીકે થઈ છે. તેને પાંચ વર્ષ પહેલા એક વ્યક્તિની હત્યા કરવા અને તેનું મોટર સાયકલ અને મોબાઈલ ફોન ચોરી કરવાનો અપરાધ ઠેરવાયો હતો. મુજાહિદે જણાવ્યું હતું કે આરોપી તાજમીરે આરોપ ક્બુલ્યો હતો.
- Advertisement -