કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા શુક્રવારે હળવદમાં આવી પહોંચી હતી. આ ગૌરવ યાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં અન્ય પોલીસ સ્ટાફની જેમ હળવદના મહિલા પોલીસ કોન્સ્ટેબલને પણ બંદોબસ્તમાં મુકવામાં આવ્યા હતા જેઓ ફરજ નિષ્ઠાને પ્રાધાન્ય આપી પોતાના લાડલી દીકરીને લઈને ફરજ પર હાજર રહ્યા હતા જેથી અહીં આ મહિલા કોન્સ્ટેબલની ફરજ નિષ્ઠા અને માતૃત્વનો સંગમ જોવા મળ્યો હતો.
નારી શક્તિને સલામ: માતૃત્વની સાથે ફરજને પણ પ્રાધાન્ય આપતા મહિલા પોલીસકર્મી

Follow US
Find US on Social Medias