એક યુવક સાથે મહિલા રોકાઇ હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના બસસ્ટેન્ડ નજીક આવેલી એક હોટલમાં એક યુવક સાથે રોકાઇ હતી, જયા મહિલાએ દવા પી લીધી હતી. યુવક મહિલાના પતિને ફોન કરી જતો રહ્યો હતો. મહિલાના પરિવારના સભ્યોએ ત્યાં જઇ મહિલાને સારવારમાં ખસેડી હતી પણ સારવાર પૂર્વે મહિલાનું મોત થયુ હતુ. આ અંગેની વિગત મુજબ બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા નિશાબેન અશ્ર્વિનભાઇ પંચોલીનો સંપર્ક થતો નહતો આ દરમિયાન રમેશ ચૌહાણ નામના શખ્સ નિશાબેનના પતિને ફોન કરી તારી પત્નીએ હોટલમાં દવા પી લીધી છે એમ કહ્યુ હતુ. નિષાબેનના પતિએ જાણ કરતા નિશાબેન ભાઇ સહિતના લોકો હોટલ પર પહોંચ્યા હતા જયાં રૂમના બાથરૂમમાંથી નિશાબેન દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને સારવારમાં ખસેડાયા હતા પરંતુ તેનું સારવાર પુર્વે મોત થયુ હતુ.
નિશાબેનના સબંધીએ જણાવ્યુ હતુ કે, જે નંબર પરથી ફોન આવ્યો તે રમેશ નામના શખ્સને ફોન કરતા તેણે હું પણ દવા પી મરી જવાનો છુ તમારે જે કરવુ હોય એ કરો એમ કહ્યુ હતુ આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી હતી.



