રાત્રીના પેટ્રોલિંગમાં નીકળેલા મહિલા ASIએ જુના મોરબી રોડ પર નંબર પ્લેટ વગરના વાહન અટકાવતા ફિરોજે તના ભાઈ નામચીન ઈભલાને બોલાવીને માથાકૂટ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અજઈં એ.વી.બકુત્રા પર નામચીન ઈભલો તથા તેની ટોળકીએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં મહિલા એએસઆઈને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા, ફિરોઝ કરીમભાઈ કાથરોટીયા, અસરફ કરીમ, મહેબૂબ ઉર્ફે મેબલો કરીમભાઈ કાથરોટીયા, ઇભલાની માતા અને જયદીપ જીતેન્દ્ર સોલંકી વિરુદ્ધ ઋઈંછ નોંધાવામાં આવી છે. જેમાં એ.વી.બકુત્રાએ જણાવ્યું હતું કે, મધરાત્રે જુના મોરબી રોડ પર પેટ્રોલિંગ કરી તેમજ વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ત્રણ શખ્સ ત્યાંથી ત્રણ નંબર પ્લેટ વગરની બાઇક લઈ નીકળ્યો તેની પાસેથી વાહનના કાગળો માગ્યા હતા અને ત્યારે ત્યાં ચાલકે બોલાચાલી કરી હતી અને થોડીવારમાં જ ઈભલાની ટોળકીએ આવી હુમલો કર્યો હતો. આ બનાવમાં મહિલા એએસઆઈને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ બી ડિવિઝન પોલીસે ચાર આરોપીને રાત્રે જ દબોચી લીધા હતા. સમગ્ર બનાવ અંગે મહિલા એએસઆઈ એ.વી.બકુત્રાએ ફરિયાદમાં મોરબી રોડ પર રહેતા ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા, ફિરોઝ કરીમભાઈ કાથરોટીયા, અસરફ કરીમ,મહેબૂબ ઉર્ફે મેબલો કરીમભાઈ કાથરોટીયા, ઇભલાની માતા અને જયદીપ જીતેન્દ્ર સોલંકીનું નામ આપતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના જુના મોરબી રોડ પર ખાટકીવાસમાં રહેતા નામચીન ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા વિરુદ્ધ અનેક મારામારી, ધાડ, લૂંટ, ધમકી અને હત્યાના પ્રયાસ હેઠળ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે