જિલ્લા LCBએ દરોડો કરી ખાણ ખનીજ વિભાગને મુદ્દામાલ સોંપ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાના ગેરકાયદે ખનનમાં હવે તંત્ર જ એક બીજા પર દોષનો ટોપલો ઢોળી પોતાના વહીવટીયા ખેલમાં હાથ અધ્ધર કરતું હોય તેવું દૃશ્ય સર્જાયું છે જેમાં ગત 20 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે થાનગઢના ખાખરાળી વિસ્તારમાં જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા ગેરકાયદે ખાણો પર દરોડો કરાયો હતો અને આ દરોડામાં કોલસાનો જથ્થો સહિત લાખો રૂપિયાનો મુદામાલ પણ જપ્ત કરાયો હતો જે બાદ જિલ્લા એલ.સી.બી દ્વારા ખાણ ખનીજ વિભાગને આમંત્રણ આપી તેઓને ઘટના સ્થળે બોલાવી તમામ મુદામાલ સહિત કથિત કહેવાતા ગોપાલ નામના ખનિજ માફિયાને સોંપ્યો હતો પરંતુ આ ઘટનાને લગભગ એકાદ અઠવાડિયા જેટલો સમય વિતી ગયા છતાં થાનગઢ પોલીસ મથકમાં ફરિયાદ કરી નથી જોકે આ અગાઉ પણ ખાણ ખનિજ વિભાગ પર ગેરકાયદે ખનિજ વહન કરતા વાહનોને ઝડપી ઓન રાખ્યા બાદ છોડી દેવાના ગંભીર આક્ષેપ થયા છે તો શું આ વખતે ખાખરાળી ગામે થયેલ દરોડામાં પણ આ પ્રકારનું કર્સ્ટન ઘડવામાં આવતું હશે ? જોકે આ વિષય તો તપાસનો છે પરંતુ જો ખરેખર જિલ્લા એલ.સી.બી દ્વારા 20 ફેબ્રુઆરીના રોજ કરેલો દરોડો નાટ્યાત્મક ન હોય અને તમામ મુદામાલ ખનિજ વિભાગને સોંપ્યો હોય તો પછી ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કેમ કરવામાં આવી નથી અથવા તો ખનિજ વિભાગ દ્વારા ઝડપાયેલ કથિત ઇશમ પર શું કાર્યવાહી કરાઈ ? તેવા અનેક પ્રશ્નો હવે ઉદ્દભવ થઈ રહ્યા છે.
- Advertisement -
ખાખરાળી ગામે જિલ્લા LCB દ્વારા દરોડામાં અનેકના તપેલા ચડે તેવો ઘાટ ?
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી દ્વારા ખાખરાળી ગામે 20 ફેબ્રુઆરીના રોજ દરોડો કરાયો હતો જે દરોડા બાદ જિલ્લા ખાણ ખનિજ વિભાગના કર્મચારી નૈતિક કણઝરીયાને મુદામાલ સોંપ્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ અહીં ખનિજ માફીયાઓ રીતસરના દરોડો કરવા આવેલા તંત્રને હપ્તો આપી છે તો રેઇડ સેની? તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કદાચ આ પ્રશ્નનો જવાબ કોલસાના કારોબારમાં કળા હાથ કરતા તંત્ર આપી શકે તેમ નહીં હોવાથી જ કાર્યવાહી અધ્ધરતાલ રહી ગઈ હશે?



