ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.03
જૂનાગઢ સમગ્ર શહેરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસીયાની આગેવાનીમાં શાળાના બાળકો, વડીલો દ્વારા, સ્ત્રીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામા આવી રહી છે. ત્યારે જિલ્લાના માંગરોળ તાલુકાના નાદરખી ગામે ( સેલ્ફ હેલ્પ ગ્રુપ) સખી મંડળ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં બેનરના ઉપયોગથી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. ” હું મતદાર છું, હું ફરજીયાત મતદાન કરીશ. મતદાન અવશ્ય કરો” જેવા સ્લોગનોથી વધારેમાં વધારે લોકો લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય તેવી અપીલ કરી હતી.