ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વંચિતો સુધી પહોંચવાની પહેલના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જૂનાગઢના વોર્ડ નં-3ના સુખનાથ ચોકમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની જનહિત લક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે અને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર થાય એ હેતુ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સુખનાથ ચોક ખાતેના ફરઝાના હોલમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં સરકારશ્રીની પીએમ સ્વનિધિ ઉજજવલા, પીએમ વિશ્વકર્મા, પીએમ ઉજજવલા, પીએમ મુદ્રા લોન, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના અર્બન વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા હતા.
શહેરના સુખનાથ ચોકમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો
