રાજકોટ પૂર્વ વિસ્તારનો પશ્ર્ચિમ જેવો વિકાસ કરવાની મારી કલ્પના છે અને તેમાં પ્રજાજનો સહયોગ આપે તો આ કલ્પના વધુ ઝડપે મૂર્તિમત થશે : ઉદય કાનગડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પક્ષે આ વિસ્તારમાં કરેલા કાર્યો લોકોની નજર સામે છે. અને તેથી આવનારા પાંચ વર્ષમાં ઉદયભાઈ કાનગડ પણ આ વિસ્તારનો વિકાસ ચરમસીમાએ લઇ જશે એવી લોકોને આશા છે. ઉદયભાઈ કાનગડની જીત આ વિસ્તારના વિકાસના દ્વાર ખોલશે તેવી પણ લોકોની લાગણી છે.
ઉદયભાઈ કાનગડ એક વિઝનરી નેતા છે અને ભૂતકાળમા તેમણે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા તરીકે અલગ-અલગ સમયે ફરજ બજાવીને આ વિસ્તારના વિકાસ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. હવે જ્યારે તેઓ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમના બહોળા અનુભવનો લાભ રાજકોટને મળશે તે નિશ્ચિત છે. રાજકોટ પૂર્વ વિસ્તારમાં ઉદયભાઈ કાનગડે જ્યા-જ્યા જાહેરસભાને સંબોધી છે ત્યા-ત્યાં આ વિસ્તારનો વિકાસ એ જ મારી પ્રાથમિકતા છે તેવો દ્રઢપણે સકલ્પ જાહેર કર્યો હતો.પ્રજાની સેવાને જ પોતાનો ધર્મ માનતા ઉદયભાઈ કાનગડ આ વિસ્તારમાં અધૂરા રહેલા કાર્યો બનતી ત્વરાએ પૂરા કરવા માટે વચનબધ્ધ છે. તેમણે જુદા-જુદા વિસ્તારમાં યોજાયેલી જાહેરસભાઓમા પણ કહ્યું હતું કે રાજકોટ પૂર્વ વિસ્તારનો પશ્ચિમ જેવો વિકાસ કરવાની મારી કલ્પના છે અને તેમાં પ્રજાજનો સહયોગ આપે તો આ કલ્પના વધુ ઝડપે મૂર્તિમત થશે.