નવરાત્રી, દિવાળી, ઉત્તરાયણ બાદ હોળીમાં વિરોધ સાથે ઉજવણી
ઇકોઝોન નાબુદીના સ્ટિકર શ્રીફળ લગાવી હોળીમાં હોમાશે ઇકોઝોન રાક્ષસ લેખેલા બેનરો ગામડે ગામડે લગાવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં ઇકોઝોન લાગુ કરવાનું નોટિફિકેશન બહાર પડ્યા બાદ ઇકોઝોન હટાવવા માટે અનેક રાજકીય પક્ષો દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે.જેમાં આપ નેતા અને ઇકોઝોનના નાબુદીના પ્રણેતા પ્રવીણ રામેં હવે હોળીમાં ઇકોઝોન નાબુદી કરવા રોષ સાથે વિરોધ કરવામાં આવશે તેવી જાહેરાત ખેડૂતોને કરી છે.છેલ્લા ઘણા સમયથી ઇકોઝોન હટાવવા ગીરના ગ્રામ્યસ્તરે અનેક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અનેક સંમેલનો કરી સરકાર ઇકોઝોન નાબૂદ કરે તેવી માંગ કરી છે છતાં સરકાર કે તંત્ર દ્વારા લોકોના વિરોધ વિરોધ અંગે દરકાર લેવામાં આવી નથી. ઇકોઝોનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે આવનારી હોળીને ગીર માટે ’ ઇકોઝોનની હોળી ’ તરીકે જાહેર કરી જેમાં ગીરમાં આ વખતેની હોળી કઈક અલગ રીતે ઉજવાશે વધુ કહ્યું કે હોળી અને ધૂળેટી ઉપર ઇકોઝોનના વિરોધ માટેના પ્રતિકાત્મક પ્રોગ્રામો જાહેર કર્યો છે.ગીરના લોકો આ વખતે હોળીને ઇકોઝોનની હોળી તરીકે ઉજવી ઇકોઝોનનો વિરોધ નોંધાવશે ઇકોઝોનની હોળી પ્રોગ્રામ અંતર્ગત ગીરના લોકો ઇકોઝોનના રાક્ષસ અથવા ઇકોઝોનના બેનરો અથવા શ્રીફળમાં ઇકોઝોનના સ્ટીકરો લગાવી હોળીમાં એમને હોમી દેશે તેમજ ધુળેટીના દિવસે પણ ઇકોઝોનના વિરોધ માટે અલગ અલગ રીતે પ્રતિકાત્મક વિરોધ થશે
જયારે આ પહેલા નવરાત્રી, દિવાળી અને ઉતરાયણની જેમ હોળીમાં પણ હવે ગીરમાં નોંધાશે ઇકોઝોનનો પ્રતિકાત્મક વિરોધ તહેવારો ઉપર આવા પ્રતિકાત્મક વિરોધથી અમે ઇકોઝોન નાબૂદીની માંગ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ તેમ પ્રવીણ રામે જણાવ્યું હતું. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ઈકો ઝોનનો વિરોધ યથાવત છે. આગામી હોળી પર્વ પર ગામડાઓમાં ઈકો ઝોનની હોળી કરવામાં આવશે. જેમાં લોકો દ્વારા ઈકોનનઝોનના રાક્ષસ લખેલા બેનર અને સ્ટીકર લગાવેલા ! ટૂંકાવી ટૂંકાવી દીપ દીધા શ્રીફળ હોળીમાં હોમી ઈકો ઝોનનો પ્રતિકાત્મક વિરોધ માતા અને કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ગીર વિસ્તારના લોકોમાં ભારે નારાજગી, છે. ગત નવરાત્રીમાં ગીરના લોકોએ ઈકો ઝોનના ગરબા ગાઈ વિરોધ નોંધાવ્યો હતો.નનવિસ્તારના લોકો દ્વારા ઈકો ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ અનેક આંદોલન, રજુઆતો, સભાઓ કરવામાં આવી હતી. વાંધા-સુચનો પણ રજુ કરવામાં આવ્યા હતા તેમછતાં સરકાર કે તંત્ર દ્વારા લોકોના વિરોધ અંગે કોઈ દરકાર લેવામાં આવી નથી. જેની સામે ગીરનનદિવાળી પર ઈકો ઝોન નામના ફટાકડા ફોડયા હતા તેમજ ઉત્તરાયણ પર ઈકો ઝોન લખેલી પતંગ ઉડાવી કાપી હતી. હવે આગામી દિવસોમાં હોળી-ધૂળેટી પર્વ આવી રહ્યું છે ત્યારે ગીર વિસ્તારના ગામડાઓમાં ઈકો ઝોનની હોળી કરવામાં આવશે. જેમાં ઈકો ઝોનનો રાક્ષસ લખેલા બેનર તેમજ શ્રીફળ પર ઈકો ઝોનના સ્ટીકર લગાવી હોળીમાં હોમવામાં આવશે. તહેવાર પર લોકો પ્રતિકાત્મક વિરોધ કરી ઈકો ઝોન નાબુદ કરવા અંગે સરકાર સમક્ષ વધુ એકવાર માંગણી કરશે.