શ્રી મૌલેષભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા માનવતાપૂર્ણ રીતે ઉજવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી, સિદસર મંદિરના પ્રમુખ, ઉંઝા મંદિરના ઉપપ્રમુખ તેમજ પાટીદાર સમાજના ભામાશા અને નામાંકિત ઉદ્યોગપતિ શ્રી મૌલેષભાઈ ઉકાણીનો જન્મદિવસ આજે ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે ઉજવાયો.
- Advertisement -
ઉજવણીના ભાગરૂપે એકરંગ સંસ્થાની માનસિક ક્ષતિગ્રસ્ત દીકરીઓ સાથે કેક કટીંગ કરાવવામાં આવ્યું હતું. સાથે જ મિઠાઈ વિતરણ કરી સૌનું મોઢું મીઠું કરાવાયું તથા જમણવારનું આયોજન કરીને આનંદમય વાતાવરણ સર્જાયું હતું. ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા 2026 માં 31 દિકરીઓ નું સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય થી ભવ્ય નું આયોજન કરવામાં આવશે અને ફક્ત કડવા પાટીદાર ની દીકરીઓ જે માતા પિતા વિહોણી હોય અથવા જરૂરિયાત મંદ હોય તેના લગ્ન એ સંસ્થા દ્વારા કરી આપશું.
તેમ આ સંસ્થા ના ફાઉન્ડર શ્રી જ્યોતી બેન ટીલવા અને શ્રી કિશન ભાઈ ટીલવા ને આહવાન આપ્યું છે અને આ સંસ્થા દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.અને આ સંસ્થા માં 200 થી વધારે ભાઇઓ અને બહેનો સેવા આપી રહ્યાં છે.
આ પ્રસંગે રાજકોટના પ્રથમ નાગરિક, મેયર શ્રીમતી નયનાબેન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી મૌલેષભાઈ ઉકાણીજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી સાથે તેમની સમાજસેવા માટે પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી. ઉમા સારથી ફાઉન્ડેશન ના સર્વ સભ્યો જ્યોતી બેન ટીલવા, કિશન ભાઈ ટીલવા, ઉદયભાઈ ભૂત, મનીષભાઈ દેડકિયા, પાર્થ ભાઈ મારસોણીયા, વિનોદભાઈ પેઠાડીયા વિજય વડાલીયા, યુગ કણસાગરા, યશ કાલાવડીયા, ભાવના બેન રાજપરા, રેખા બેન ત્રંબાડિયા, રીટા કાલાવડીયા, વર્ષાબેન મોરી, શીતલ દેકિવાડિયયા, કાન્તાબેન ફળદુ, કિરણબેન માકડિયા, નિશા લાડાણીને આ કાર્યક્રમને સફળતા બનાવવા માટે જેહમત
ઉઠાવી હતી.