ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
ટંકારા તાલુકાના નેસડા ગામે હાટકેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલા મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ માટે ના બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ મા કિશાન સંઘ ની સ્થાપના નો હેતુ, સંઘની કાર્યપધ્ધતિ, સંગઠન સહિતની બાબતો પર પ્રકાશ પડાયો હતો.
મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ બાબુલાલ સિણોજીયાના અધ્યક્ષ સ્થાને બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ નુ આયોજન ટંંકારા તાલુકાના નેસડા (ખા) ગામે આવેલ મહાદેવ મંદિરે કરવામા આવ્યુ હતુ. આ વેળાએ તાલુકા પ્રમુખ -મંત્રીઓ સહિત જીલ્લાની પૂર્ણ કારોબારી ઉપસ્થિત રહી હતી. વર્ગ મા ભા.કિ.સંઘના પ્રદેશ કારોબારી સભ્ય મનસુખભાઈ પાટોળીયા, પ્રદેશ જળ આયામ પ્રમુખ ભીખાદાદા સહિતનાઓની ઉપસ્થિતિમા દિપ પ્રાગટ્ય અને કિસાન ગીત સાથે કાર્યક્રમ વહેતો મુકાયો હતો.