તુલસી રોપાં અને પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરાયું
માતાજીનો ભોજન પ્રસાદ મેળવીને ભાવિકો ભાવવિભોર બન્યાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજરોજ ચામુંડા માતાજી મંદિર, શાંતિનગર-બાલંભા ખાતે ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અને પર્યાવરણના સંરક્ષણ માટે તુલસી પૂજનનો એક અભિનવ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં આસપાસનાં બીણોધાર, શાંતિનગર, બાલંભા જેવા ગામોની વિવિધ શાળાઓનાં 300થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોએ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક તુલસી પૂજન કર્યું હતું. સાથે જ તેઓને એકાગ્રતા અને યાદશક્તિ વધારવા માટેના પ્રયોગો કરાવવામાં આવ્યા હતા. તેમજ તુલસીના અદભૂત ગુણ અને ઔષધિય ઉપચાર વિશેની માહિતી પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને સ્વ રક્ષણ માટે કરાટેના દાવ શીખવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સતીષ બાપુ, વીરદાસ મહારાજ, નવનાથ મહારાજે આશીર્વાદ અને પ્રેરક હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ સહિત હાજર દરેક ભાવિક ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ ભાવવિભોર બન્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વશ્રી અતુલભાઈ, નરેન્દ્રભાઈ, હસમુખભાઇ, કેવિનભાઈ, લલિતભાઈ, ગીજૂભાઈ, કિશોરભાઈ, રક્ષાબેન, શાંતાબેન, સીમાબેન, કાજલબેન, નિલમબેન, પુનમબેન સહિતનાં સેવકોએ જહેમત ઉઠાવી હતી.