માધ્યમિક શાળાના 123 છાત્રોનું ભાવિ અધ્ધરતાલ, સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા
ખાસ-ખબર ન્યૂઝ ઊના
ઊના નાં નવાબંદર ગામે એક પણ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા સરકારી નહીં હોવાથી આ વિસ્તારના છાત્રો ને દશ કિ મી દુર ઊના સુધી ધોરણ નવ થી બાર નાં અભ્યાસ હેતું આવવું પડતું હતું નવાબંદર ગામે એક માત્ર ખાનગી ટ્રસ્ટ સંચાલિત સોરઠ એજ્યુકેશન ટ્રસ્ટ માંગરોળ દ્વારા બિન અનુદાનિત માધ્યમિક શાળા ચાલતી હોય આ શાળા માં ઘર આંગણે દિકરી અને દિકરા સલામત સુરક્ષિત અભ્યાસ મેળવી શકે તેથી ત્યાં માધ્યમિક શિક્ષણ માં એડમિશન લેતાં હતાં સંખ્યા વધારે હોય અને ટ્રસ્ટ ની શાળા નું બિલ્ડીંગ તદ્દન જર્જરિત હાલતમાં મુકાતાં આ સોરઠ એજ્યુકેશન ટ્રસ્ટ માંગરોળ દ્વારા ગામ લોકો ની માંગણી ને ધ્યાને રાખી માધ્યમિક શાળા નું શિક્ષણ ચાલું રાખવા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ માટે નજીકમાં આવેલી સરકારી કુમાર પ્રાથમિક શાળા નાં બિલ્ડીંગ નાં ઉપર ભાગે રૂમો ખાલી હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરી ચાર રૂમો ફાળવણી કરવા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી એ બે વર્ષ પહેલાં આદેશ કર્યો હતો અને ધોરણ નવ/દશ નાં 123 છાત્રો એ એડમિશન મેળવ્યું હતું અને ચાલું વર્ષે નવાં 40 એડમિશન આપવા નાં બાકી હતાં આ છાત્રા ઓ પૈકી 75 જેટલી ક્ધયા છે.
- Advertisement -
શાળાનાં નવાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં અને માધ્યમિક શાળા માં જ્ઞાન સહાયકની ભરતી થતાં આ ટ્રસ્ટ સંચાલિત શાળામાં પૂરક પરીક્ષા નું પરિણામ આવે તે પહેલાં શાળા નાં ચાર રૂમો પરત લેવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉના એ અભિપ્રાય કરીને એસ એમ સી બેઠક નાં ઠરાવ સાથે જિલ્લા માં દરખાસ્ત મોકલાવતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં આદેશ અનુસાર પ્રાથમિક કુમાર શાળાનાં 4 રૂમો ખાલી કરાવતાં માધ્યમિક શાળા બંધ થતાં છાત્રોનું શિક્ષણ અધુરુ રહ્યું હતું. જેથી વાલીઓમાં દેકારો મચી ગયો છે.