ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરની ધટના
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગોઝાર ગોઝારો અકસ્માત સર્જાવાની ધટના બની હતી. રાજુલાના ચારનાળા નજીક મીરા દાતાર પાસે એસટી રૂટની બસ, સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ધટના સ્થળે મોત નિપજ્યાં હતાં. ફોરવ્હીલ કાર ડિવાઈડર ચડીને સામેના માર્ગ પર જતી રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ જતા ફોરવ્હીલ કારનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માત બાદ બાઇક સવારને ટક્કર લાગતા બાઇક સવાર વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેને 108 મારફતે સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિવ થી રાજુલા તરફ આવી રહેલ સ્વિફ્ટ કારને અકસ્માત નડયો હતો. આ ધટનાને લઇ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા, પીએસઆઇ ચૌહાણ સહિત પોલીસ સ્ટાફ ધટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ પોલીસે ટ્રાફિક દુર કરવા કામગીરી કરવામાં આવી હતી. આ અકસ્માતમાં કાર સવાર મૃતક ઠક્કર સુમુખભાઇ, દેવકુમાર મુકેશકુમાર સોની તથા પટેલ જય એમ ત્રણ લોકોના મોત થયા હતાં. આ ત્રણેય વ્યક્તિ વડોદરાના પાદરા ગામના હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર મામલે રાજુલા પોલીસે તપાસ હાથ ધરી હતી.