ચરસનાં કુલ 104 પેકેટ મળી આવ્યાં: હજુ તપાસ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળનાં દરિયા કિનારેથી ચરસનાં પેકેટ મળી આવ્યાં હતાં. બાદ સઘન ચેકીંગ કરતા જિલ્લાનાં દરિયા કિનારેથી કુલ 107 પેકેટ મળી આવ્યાં છે.જેની કિંમત 1.71 કરોડ થાય છે. જોકે હજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી
રહી છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના દરિયાઇ વિસ્તારમાંથી નશીલા પદાર્થ-ચરસના 104 પેકેટ ઝડપાયા છે જેની કિંમત 1.71 કરોડની થવા જાય છે.આ અંગે મળતી વિગત મુજબ જિલ્લામાં માદક પદાર્થો ઘુંસાડવાની પ્રવૃત્તિને અટકાવવા એસપી રવિતેજા વાસમસેટ્ટીની સૂચના બાદ ડીવાયએસપી ડી.વી.કોડીયાતરનાં માર્ગદર્શનમાં માંગરોળ મરીન, ચોરવાડ પોલીસ,શીલ પોલીસ, એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા અને સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલીંગ દરમિયાન પહેલા 7, બાદમાં 33 અને બાદમાં વધુ 65 મળી કુલ 104 પેકેટ નશીલા પદાર્થ-ચરસના પેકેટ મળી આવ્યા હતા.આ માદક પદાર્થોની કિંમત 1,71,00,000ની થાય છે. દરમિયાન હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રખાયું છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં નશીલા પદાર્થના પેકેટો કોણે મંગાવ્યા, ક્યાંથી આવ્યા, કોણે ફેંકી દીધા અને શા માટે ફેંકી દીધા તે સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. આમ, જૂનાગઢ એસઓજી ટીમે નશીલા પદાર્થના કાળા કારોબારનો પર્દાફાશ કરી મોટી સફળતા મળી છે.