સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત ઝુંબેશ
રૂ.20,750નો વહીવટી ચાર્જ વસુલ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તા.14-02-2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 51 આસામીઓ પાસેથી 8.3 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.20,750/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 08 આસામીઓ પાસેથી 02 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.4,250/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનમાંથી 23 આસામીઓ પાસેથી 05 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.9,500/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તથા ઈસ્ટ ઝોનના મુખ્ય માર્ગો પર 20 આસામીઓ પાસેથી 1.3 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.7,000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સપેકટર/ સેનેટરી સબ ઇન્સપેકટર દ્વારા કરવામાં આવી હતી.