ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15-02-2024થી તા.29-02-2024 દરમ્યાન સ્વચ્છતા પખવાડિયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, હોકર્સ ઝોન અને શાક માર્કેટ, ફ્લાયઓવર અને અંડરબ્રીજ, ન્યુસન્સ પોઈન્ટ, પબ્લિક પ્લેસ પ્રોમીનેંટ એરિયાની સફાઈ, કોમ્યુંનીટી તથા પબ્લીક ટોયલેટની સફાઈ, આંગણવાડીની સફાઈ (આસપાસની સફાઈ), આરોગ્યકેન્દ્રની સફાઈ (આસપાસની સફાઈ) સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ તા.21-02-2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 38 આસામીઓ પાસેથી 3.9 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.12,400/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.