તમામ વાહનચાલકો પાસેથી કુલ રૂા. 43 લાખથી વધુનો દંડ વસૂલાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આર.ટી.ઓ.ના નિયમોનો ભંગ કરનાર સામે આર.ટી.ઓ. રાજકોટ કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓક્ટોબર માસ દરમિયાન 1075 ગુનાહિત કેસ નોંધાયા હતા અને તમામ સામે 43,52,002 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- Advertisement -
આર.ટી.ઓ. રાજકોટ કચેરી દ્વારા ઓવરલોડ વાહનના 142 કેસ, ઓવર ડાઈમેન્શનના 51 કેસ, કલેન્ડેસ્ટાઈન ઓપરેશનના 24 કેસ, ટેક્ષ વગર ચાલતા વાહનોના 20 કેસ, વ્હાઈટ લાઈટ ચેકીંગ, રોંગ લેન ડ્રાઈવીંગ ચેકીંગના 65 કેસ, રેડિયમ રિફ્લેકટર વગેરે જેવા રોડ સેફટીના ગુનાઓના 44 કેસ, ફીટનેસ વગર વાહન ચલાવનારના 56 કેસ, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર વાહન હંકારનારના 318 કેસ, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડના 168 કેસ, ડ્રાઈવીંગ લાઈસન્સ વિના વાહન ચલાવનારના 118 કેસ અને ગુડ્ઝ વાહનમાં મુસાફના 8 કેસ નોંધાયા હતા તેમજ અન્ય 61 કેસ મળી કુલ 1075 કેસ નોંધાયા હતા અને તમામ પાસેથી કુલ રૂા. 43,52,002નો દંડ વસૂલવામાં આવ્યો હતો.