દેશના 10% લોકોના હાથમાં 77% સંપતિ : ભારતમાં 1 વર્ષમાં 5000 કરોડપતિ વધ્યા

ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલથી કૌન બનેગા કરોડપતિનો પ્રારંભ થયો છે અને તેની એક સીઝનમાં એક વ્યક્તિ કરોડપતિ બને છે પણ દેશમાં છેલ્લા 1 વર્ષમાં કરોડપતિઓની સંખ્યામાં 5000નો વધારો થયો છે. કેન્દ્રના નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ એક પ્રશ્નના લેખિત ઉતરમાં જણાવ્યું કે 2021-22માં ભારતમાં 1.31 લાખ લોકોની આવક રૂા.1 કરોડથી વધુની રહી છે
જે 2020/21માં 1.21 લાખની હતી. આમ એક વર્ષમાં કરોડપતિની સંખ્યા 5000 વધી છે. હાલમાં જ 2021/22 માટેના આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની જે તા.31 જુલાઈ સુધીની મુદત હતી તેના પરથી આ પ્રાથમીક તારણ આવ્યું છે અને આ સંખ્યા ફકત 5000 નવા કરોડપતિની છે અને દેશમાં અબજોપતિઓની સંખ્યા હજુ વધી રહી છે.

બીજી તરફ સંપતિની જો વાત કરીએ તો બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ 2022ના પ્રથમ છ માસમાં ભારતના અબજોપતિ ગૌતમ અદાણીની સંપતિમાં 22.1 બીલીયન ડોલરનો એટલે કે રૂા.17.44 ખરબ રૂપિયાની વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત જયારે બીજા ટોચના અબજોપતિ મુકેશ અંબાણીની કુલ સંપતિમાં 3.05 બિલીયન એટલે કે 2.8 ખરબ રૂપિયાનો વધારો થયો છે અને આ ધનપતિઓની કમાલ જુઓ. દેશના 10% અમીરો પાસે રાષ્ટ્રીય સંપતિના 77% છે. દેશમાં જીડીપીની વાતો થાય છે પણ જે રાષ્ટ્રીય સંપતિનું સર્જન થાય છે તેમાં 73% માં અમીરોને ફાળે જ જાય છે. દેશમાં 119 અબજોપતિઓમાં જે 2000ના વર્ષમાં ફકત 9 હતા અને 2017માં વધીને 107 થયા અને 2022માં 119 થયો છે.