ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી તેમાં જુગારનો અખાડો ચલાવતા કુલ-7 ઇસમોને રોકડા રૂપિયા 9,06,500/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂ.24,06,500/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા રહે.નાની વાવડી ભક્તિ સોસાયટી તા.જી.મોરબીવાળો જે માનસર ગામની સીમ માનસર તથા નારણકા ગામ જવાના જુના કાચા માર્ગપર આવેલ પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીની અંદર બનાવેલ પ્લાસ્ટીકના તંબુમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વાડીની અંદર પ્લાસ્ટીકનો તંબુ બનાવેલ હોય જેમાં રેઇડ કરતા ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે તંબુમાં ભોય તળીયે જુગાર રમતા સાત ઇસમો મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા રહે. નાનીવાવડી ભક્તિ સોસાયટી મોરબી, રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા રહે. મહેન્દ્રનગર સિદ્ધિવિનાયક ટાઉનશીપ મોરબી, માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી રહે. વવાણીયા તાલુકો માળીયા જી. મોરબી, ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા રહે. મહેન્દ્રનગર પ્રભુકૃપા રેસીડેન્સી જી.મોરબી, રાજેશભાઈ મકનભાઈ મહાલિયા રહે. વર્ષામેડી ગામ તાલુકો માળીયા જી.મોરબી, વિવેકભાઇ વિનોદભાઈ ગોસ્વામી રહે. દહિસરા તાલુકો માળીયા, નયનભાઈ પરસોત્તમભાઈ સનિયારા રહે. પ્રભુકૃપા ટાઉનશિપ મહેન્દ્રનગર જી. મોરબીવાળાને રોકડા રૂપિયા 9,06,500/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂ.24,06,500/-ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો રજીસ્ટર કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.



