વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત ગૃહ ઉત્પાદનોને વેગ આપવા યોજાયેલી આયોજનની અગ્રણીઓ અને સેંકડો લોકોએ લીધી મુલાકાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વદેશીથી સ્વાવલંબન અને સહકારિતાથી સમૃદ્ધિનો અનન્ય સમન્વય એટલે સમગ્ર રાજકોટ જિલ્લાની છ દાયકાથી અવિરત જનસેવાની આરાધના કરતી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા અપના બજાર, સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે ‘અપના સ્વદેશી હાટ’નો કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે રમેશભાઈ દવે, નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન કલ્પકભાઇ મણિયાર, વિશ્ર્વ હિન્દુ પરિષદના લલિતભાઈ વડેરીયા, ભાજપ અગ્રણી અરૂણભાઇ નિર્મલ, વિજયા બેંકના પૂર્વ ચેરમેન પી. આર. ધોળકિયા, વોર્ડ નં.7ના નગરસેવિકા જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, ફ્રીડમ યુવા ગ્રુપના પ્રવિણભાઇ ચાવડા, સુરેશ રાજપુરોહિત, કિરીટભાઈ પાંધી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ત્રણ દિવસ દરમ્યાન ઇન્દોરથી વિશેષ ઉપસ્થિત સંઘના પૂર્વ સહપ્રાંત પ્રચારક ગિરીશજી જોશી, સહકાર ભારતીના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ વિનોદભાઈ બરોચીયા, જાણીતા સહકારી અગ્રણી વિભાભાઈ મિયાત્રા, મુરલીભાઈ દવે સહિત વિવિધ જાહેર અને સામાજિક જીવનના અગ્રણીઓ અને રાજકોટના સેંકડો નગરજનોએ મુલાકાત લીધી હતી અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી ગૃહ ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું. અને આ ‘અપના સ્વદેશી હાટ’ના મુખ્ય આકર્ષણો ગાય આધારિત ખેતીના ધાન્ય, નેચરલ કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ, વિવિધ ભાતીગળ સંસ્કૃતિ આર્ટ, નેચરલ હેલ્થ સપ્લીમેન્ટ, હેન્ડમેડ કોસ્મેટિક્સ પ્રોડક્ટસ, ગીર ગાયનું ઘી, ફાર્મ ટુ ફેમિલ અને અન્ય વિવિધ આકર્ષણો સાથેના 17 સ્ટોલ રાખ્યા હતા.
આ સ્વદેશી હાટના આયોજનને સફળ બનાવવા અપના બજારના ચેરમેન ભાગ્યેશ વોરા, વા.ચેરમેન દીપક ચાવડા, પ્રોજેક્ટ ઇનચાર્જ અને ડિરેકટર નયનાબેન મકવાણા તેમજ સ્વદેશી જાગરણ મંચના વિનોદભાઈ પેઢડીયા, તપનભાઇ લાડાની અને દિપીકાબેનની રાહબરીમાં અપના બજારના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વે મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઇ સોજીત્રા, વિક્રમસિંહ પરમાર, મહેશભાઈ કોટક, પંકજભાઈ દેસાઈ, ફુલાભાઈ શિંગાળા, જયંતભાઈ ધોળકિયા, નટુભાઈ ચાવડા, જિગ્નાબેન પટેલ, વહીવટી અધિકારી નરેશભાઈ શુક્લ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.